ગુજરાત યુનિવર્સિટીના કેમિસ્ટ્રરી વિભાગ દ્વારા ‘નેનો ટેક્નોલોજી મટિરિયલ એન્ડ સુપ્રામોલેકયુલ રિસર્ચ એન્ડ એપ્લિકેશન રિસર્ચ’ વિષય પર છઢ્ઢી ફેબ્રુઆરીના રોજ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન સેન્ટર ખાતે આયોજિત આ સેમિનારના કાર્યક્રમમાં અમેરિકાના લોરેટ ઇન કેમિસ્ટ્રરી વિષયના ખ્યાતનામ અધ્યાપક જીન્સ મેરેલીન કી નોટ સ્પીચ આપશે.
આ કાર્યક્રમમાં આશરે ૧૩૯ જેટલા ઓરલ પ્રેઝન્ટેશન કરવામાં આવશે. વિધિ વિષય પરના ૮૭ જેટલા પોસ્ટરના માધ્યમથી પણ પ્રેઝન્ટેશન કરાશે. આ ઉપરાંત આ કાર્યક્રમ અંતર્ગત ‘નેનો ટેક્નોલોજી એન્ડ સુપ્રામોલેકયુ’ ફીલ્ડ પર રિસર્ચ કરનાર જુનિયર રિસર્ચ એસોસિયેટ્સ પણ પોતાના રિસર્ચ પેપર પ્રોજેક્ટ રજુ કરશે. આ કાર્યક્રમમાં આશરે ૩૫૦થી વધુ ડેલિગેટ્સ ભાગ લેશે.