Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

કૃષ્ણ ભક્તોને કારધૂન લાગી

 
Source: Sapna Vyas, Ahmedabad   |   Last Updated 2:39 AM [IST](02/09/2010)
 
 
 
 
Advertisement
 
ઉત્સવપ્રિય ભારતીય પ્રજા ઘરમાં નવી વસ્તુ લાવવા માટે યોગ્ય તહેવારની રાહ જોતી હોય છે. આ વર્ષે જન્માષ્ટમીએ કાર ઉપર તડાકો પડ્યો છે અને અનેક ઘરમાં આજે ચાર પૈડાનો રથ આવી પહોંચશે...

સારા મુહૂર્તમાં કોઈને કોઈ ખરીદી કરવાનો આપણે ત્યાં રિવાજ છે તેમ આ મહિનામાં પણ સૌથી વધુ ખરીદી થાય છે અને તેમાં પણ કારના રસિયાઓ આ દિવસોમાં પોતાની મનગમતી કારનું વહેલું બુકિંગ કરાવી જે તે તહેવારે તેની ડિલિવરી લેતા હોય છે. આ વર્ષે ખાસ જન્માષ્ટમીના તહેવારે દર વર્ષની તુલનામાં વધુ ગાડીઓ ડિલિવર થવાની છે.

ડીલર્સના કહેવા પ્રમાણે દર વર્ષે સામાન્ય રીતે રક્ષાબંધન કે ગણેશ ચતુર્થી પર ડિલિવરી વધુ થાય છે, આ વખતે ગાડીઓના નવા મોડલ અને તેની તેની કિંમતને ધ્યાનમાં રાખતા લોકોએ ગાડીઓ બુક કરાવી લીધી છે અને જે પણ તહેવાર નજીક આવે ત્યારે તેની ડિલિવરી લે છે.

૪૦થી ૫૦ ટકાનો ગ્રોથ થયો...

ભારતીય ગ્રાહકોની જરૂરિયાત પ્રમાણે મોડલ્સને ટેક્નિકલી પરફેક્ટ બનાવવામાં આવ્યા છે તે કારણે ગાડીઓના પ્રેમીઓને વધુ સુવિધાવાળી ગાડીઓ વધારે પસંદ પડતી હોય છે. કિરણ મોટર્સના સેલ્સ મેનેજર નેહાના જણાવ્યા પ્રમાણે ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ૪૦થી ૫૦ ટકાનો ગ્રોથ જોવા મળ્યો છે.

આ વર્ષે બુકિંગ વધુ...

કાર ખરીદનારા તહેવારમાં પોતાના ઘરે કાર જલદી આવે તેની રાહ જોતા હોય છે. આથી જ આ વખતે ગણેશ ચતુર્થી પહેલા જન્માષ્ટમીને દિવસે કાર ખરીદનારા લોકો વધારે છે. પ્લેનેટ હુન્ડાઈના સેલ્સ મેનેજર નેહલ શાહના જણાવ્યા અનુસાર ગયા વર્ષે અમારે ત્યાંથી ૭૦૦ ગાડીઓનું વેચાણ થયું હતું. તેના બદલે આ વર્ષે ૯૦૦ ગાડીઓનું વેચાણ થયું છે.

પહેલા કરતા લોકોની માંગ વધી...

સીઈઓ ટોર્કના નીલમણિ શર્માના જણાવ્યા અનુસાર પહેલા અમારી પાસે વધારે મોડેલ ન હતા પણ હવે અમારી પાસે ઘણા મોડેલ્સ છે. જેના લીધે વેચાણ વધી ગયું છે. આ વખતે જન્માષ્ટમીના દિવસે અમારી ૩૮ ગાડીઓની ડિલિવરી છે. આમ પણ ગયા વર્ષની તુલનામાં આ વર્ષે અમારે ૮૬ જેટલી ગાડીઓની ડિલિવરી થઈ છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 1


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.