Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Exclusive Ahmedabad
 

દિવાળી પર હવાઈ મુસાફરોનો ધસારો

 
Source: Manish Singh Rathod, Ahmedabad   |   Last Updated 1:11 AM [IST](03/11/2010)
 
 
 
 
 
ડોમેસ્ટિક હોટ ડેસ્ટિનેશન ગોવા-કેરેલાની હોટેલો પણ ઊભરાઈ
દુબઈની ડાયરેકટ કનેક્ટિવિટીની ટિકિટ મેળવવા લોકોનાં ફાંફાં


છેલ્લાં બે વર્ષની મહામંદીમાં ઉગરતી એરલાઇન્સો હાલ ભારે તેજીમાં ઉડી રહી છે. દિવાળીના વેકેશનમાં પણ હવાઈ મુસાફરોનો અભૂતપૂર્વ ધસારો જોવા મળી રહ્યો છે. ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ બંને ટ્રાફિક અત્યારે બમ્પર સ્તરે પહોંચ્યો છે. સૂત્રોથી મળતી માહિતી મુજબ હાલ અમદાવાદથી ઊપડતી તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ પેક જાય છે, જ્યારે ઇન્ટરનેશનલ ફ્લાઇટમાં પણ દુબઈ, સિંગાપોર, મલેશિયા, થાઇલેન્ડનો ટ્રાફિક અભૂતપૂર્વ છે.

દિવાળીમાં શિયાળાની જમાવટ થવાના કારણે મોટા ભાગના ગુજરાતી આ સમય દરમિયાન દુબઈ અને ફાર ઇસ્ટના પ્રવાસ ખેડતા હોય છે. એમાં પણ આ વર્ષે દુબઈ તરફનો પ્રવાહ વધુ દેખાય છે. ટાફીના ગુજરાત ચેપ્ટરના ચેરમેન અને ઇન્ટરનેશનલ ટૂરના નિષ્ણાત ભાવિન શાહે જણાવ્યું હતું કે, ‘દુબઈનો ટ્રાફિક ગયા વર્ષની સરખામણીમાં બમણો થયો હોય તેવું જણાય છે. દર વર્ષે દિવાળીમાં ગુજરાતના પ્રવાસીઓ દુબઈ જતા હોય છે, પરંતુ આ વર્ષે તેજીના હિસાબે ટ્રાફિકમાં વધારો થયો છે.’

અલબત્ત દુબઈની ડિમાન્ડમાં થયેલા અકલ્પનીય વધારાના લીધે તેની ડાયરેકટ કનેક્ટિવિટીની હવાઈ ટિકિટ મેળવવી હાલ શિરદર્દ બની ગઈ છે. ટૂર ઓપરેટરોના જણાવ્યા પ્રમાણે હાલ દુબઈની ટિકિટ R ૩૫ હજારમાં પણ મળતી નથી. અમુક એરલાઇન્સની વાયા દુબઈની ટિકિટ માંડ મળી રહે છે, પરંતુ તેના માટે પણ ભારે કિંમત ચૂકવવી પડે છે. ઉલ્લેખનીય છે કે, દુબઈની એર ટિકિટ R ૧૫ હજારથી શરૂ થતી હોય છે. દુબઈ સિવાય થાઇલેન્ડ, મલેશિયા અને સિંગાપોર જેવા ફાર ઇસ્ટના ડેસ્ટિનેશન પણ હોટ છે.

ઇન્ટરનેશનલ ઉપરાંત ડોમેસ્ટિક ટૂરમાં કેરેલા અને ગોવાનો ટ્રાફિક વધ્યો હોવાથી તેની હવાઈ ટિકિટ પણ મોંઘી થઈ ગઈ છે, જ્યારે આ સ્થળોની હોટેલ પણ હાઉસફુલ થઈ ગઈ હોવાનું ટૂર ઓપરેટરો જણાવી રહ્યા છે. વર્લ્ડ ટ્રાવેલના અંકિત મહેતાના જણાવ્યા પ્રમાણે ‘ગોવા અને કેરેલાનાં મોટા ભાગનાં કપલ અને ફેમિલી ટૂર બુક થઈ ગયા છે. જો કે દિવાળી બાદ તરત ન્યૂયરનો માહોલ જામવાનો હોવાથી આ બંને દરિયાઈ કાંઠાના પર્યટન સ્થળો અત્યારથી જ હાઉસફુલ થઈ ગયા હોવાનું જાણવા મળી રહ્યું છે.’

અમદાવાદથી હવાઈ કનેક્ટિવિટી વધારવાની જરૂર

પ્રવાસપ્રિય ગુજરાતીઓને દર વર્ષે વેકેશન દરમિયાન હરવા-ફરવાના સ્થળે જવા માટે ઊંચા ભાવે એર ટિકિટ ખરીદવી પડે છે. R ૫ હજારની ટિકિટ માટે તેમની પાસે R ૧૫ હજાર પડાવી લેવાય છે. ત્યારે આવી પરિસ્થિતિ પાછળ અમુક ડેસ્ટિનેશનની ઓછી કનેક્ટિવિટી પણ જવાબદાર હોવાનું જાણવા મળી રહ્યું છે. તેથી વેકેશન દરમિયાન એરલાઇન્સો કનેક્ટિવિટી વધારી પર્યટકોને હાલાકીથી બચાવી શકે છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 6


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.