Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar
 

RTO એજન્ટે ક્લાર્કને મારી નાખવાની ધમકી આપી

 
Source: Bhaskar News, Gandhinagar   |   Last Updated 2:39 AM [IST](09/09/2010)
 
 
 
 
Advertisement
 
ગાંધીનગર આરટીઓ કચેરીમાં ફરજ બજાવતા જુનિયર કલાર્ક હરજીભાઈ વણકર સાથે આરટીઓ એજન્ટ કનુ પટેલે અઠવાડિયા અગાઉ કાગળમાં સહી કરવા બાબતે ગાળાગાળી કરી હતી અને મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ અંગે હરજીભાઈએ એજન્ટ વિરુદ્ધ ફરિયાદ આપતાં આજે સેક્ટર-૨૧ પોલીસે કનુ પટેલ વિરુદ્ધ એટ્રોસિટીનો ગુનો નોંધી ધરપકડનાં ચક્રો ગતિમાન કર્યા છે.

ગાંધીનગર આરટીઓ કચેરીમાં ગઈ ૩૦મી ઓગસ્ટે આરટીઓ એજન્ટ કનુ પટેલે તેના માણસને કાગળમાં સહી કરવા માટે જુનિયર કલાર્ક હરજીભાઈ વણકર પાસે મોકલ્યો હતો. હરજીભાઈએ તાત્કાલિક સહી નહીં થાય તેમ જણાવતાં એજન્ટનો માણસ નીચે આવ્યો હતો અને વાત કરી હતી.

એજન્ટ કનુ પટેલે જુનિયર કલાર્ક હરજીભાઈને ફોન કર્યો હતો અને ગાળાગાળી કરી હતી. મામલો વધારે તંગ બની જતાં એજન્ટે પોતાનો પિત્તો ગુમાવી દીધો હતો અને કલાર્કને પોટલું બનાવીને મારીને ફેંકી દેવાની ધમકી આપી હતી અને જાતિ વિરુદ્ધ ઉચ્ચારણો કર્યા હતાં. આ અંગે જુનિયર કલાર્ક હરજીભાઈએ એજન્ટ વિરુદ્ધ અરજી આપી હતી.

આ બનાવ અંગે આજે સેક્ટર-૨૧ પોલીસ સ્ટેશનના પીએસઆઇ બી.એફ. ઝાલાએ એજન્ટ કનુ પટેલ વિરુદ્ધ એટ્રોસિટી તેમજ મારી નાખવાની ધમકીનો ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. આ બનાવની વધુ તપાસ એસ.સી. અને એસ.ટી.ના ઇનચાર્જ ડીવાયએસપીને સોંપાઈ છે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 2


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.