Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

રોબો માટે તૈયાર થઇ રહ્યો છે સૌથી મોટો ટ્રેક

 
Source: Ketan Rajput, Ahmedabad   |   Last Updated 3:01 AM [IST](02/02/2012)
 
 
 
 
 
ઇન્ડિયાનો સૌથી લાંબો રોબોટિક ટ્રેક સાલ એન્જિનિયિંરગ કોલેજના કેમ્પસમાં તૈયાર થઇ રહ્યો છે. બે કિલોમીટર લાંબા આ ટ્રેકને લિમકા બુક ઓફ રેકોર્ડમાં સ્થાન અપાવવા માટે કોલેજ તરફથી તૈયારીઓ પણ કરવામાં આવી છે. સાલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી ઇન રિસર્ચ કોલેજ ખાતે તા. ૬ અને ૭ ફેબ્રુઆરીના રોજ ‘સેલકોન-૨૦૧૨ નામની ટેકફેસ્ટ’નું આયોજન કરવામાં આવ્યું છે. આ નેશનલ લેવલની ૧૭ ઇવેન્ટમાં દેશભરમાંથી એક હજાર કરતા વધારે વિદ્યાર્થીઓ ભાગ લેશે.

નેશનલ લેવલની એન્જિનિયરિંગ ઇવેન્ટ ટેકફેસ્ટમાં સૌથી વધારે રસપ્રદ ઇવેન્ટ રોબોની હોય છે. આ રોબોટિક સ્પર્ધા માટે વિદ્યાર્થીઓ રોબો બનાવવા માટે ખૂબ ખર્ચ અને તૈયારીઓ કરતા હોય છે. સેલકોન-૧૨માં અત્યાર કરેલા લાંબા રોબોટિક ટ્રેક પર ૧પ વિદ્યાર્થીઓ પોતાનો રોબો દોડાવશે. ૧૩ હજાર સ્ક્વેર ફૂટ વિસ્તારમાં તૈયાર કરવામાં આવી રહેલા આ ટ્રેક પર પોતાનો રોબો દોડાવવા માટે વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સુકતા જોવા મળી રહી છે.

કોલેજના પ્રિન્સપાલ ડૉ. રૂપેશ વસાણીએ જણાવ્યું કે, દર વર્ષે આયોજિત આ ઇવેન્ટમાં કંઇક ઇનોવેટિવ કરતા હોઇએ છીએ.આ વખતે મેં વિદ્યાર્થીઓને લોંગેસ્ટ ટ્રેક બનાવવાનો આઇડિયા આપ્યો હતો. કોલેજના મેનેજિંગ ટ્રસ્ટી રાજેન્દ્ર શાહે જણાવ્યું હતું કે, વિદ્યાર્થીઓના ઉત્સાહને કારણે અમે આ લોંગેસ્ટ ટ્રેક બનાવી રેકોર્ડ સ્થાપવા જઇ રહ્યા છીએ. આવી ઇવેન્ટથી વિદ્યાર્થીઓને અભ્યાસની સાથે પ્રેક્ટિકલ નોલેજ મળી રહે છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.