પાટનગરમાં મોકળું મેદાન ભાળી ગયેલા તસ્કરો સમયાંતરે ક્યાંયને ક્યાંય ત્રાટકતા રહે છે. સેકટર-૨૩ના શોપિંગ સેન્ટરમાં ગુરુવારની રાત્રી દરમિયાન તસ્કરોએ એકાદ-બે નહીં પરંતુ એક સાથે પાંચ દુકાનોના તાળા તોડીને ચોરી કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, કોઇ દુકાનમાંથી ચોરી થઇ ન હતી. જેના પગલે વેપારીઓએ આ સંદર્ભે ફરિયાદ કરવાનું ટાળ્યું હતું.