-પિયાગો રિક્ષા સુણાવ બાંધણી ચોકડી પાસેથી પસાર થઇ રહી હતી
-રિક્ષા ગટરમાં ઉતરી પલટી ગઇ
પેટલાદ તાલુકાના સુણાવ રોડ ઉપર બાંધણી ચોકડી પાસે શુક્રવારે સવારે અજાણ્યા વાહનની ટક્કરે પલટી ગયેલી રિક્ષામાં સવાર એક મુસાફરનું મોત નિપજ્યું હતું.
મહેળાવ પીએસઆઇ વી.ડી.મહિડાના જણાવ્યાં મુજબ શુક્રવારે સવારે સવા અગિયાર વાગ્યે પિયાગો રિક્ષા સુણાવ બાંધણી ચોકડી પાસેથી પસાર થઇ રહી હતી. તે વખતે પાછળથી આવતાં કોઇ અજાણ્યા વાહનના ચાલકે રિક્ષાને પાછળથી જોરદાર ટક્કર મારી હતી. જેના કારણે રિક્ષા ગટરમાં ઉતરી પલટી ગઇ હતી. આ અકસ્માતમાં રિક્ષામાં બેઠેલ પેટલાદના નાર ગામના ૬૦ વર્ષના ભુપેન્દ્રભાઇ ચંદુભાઇ પટેલનું ગંભીર ઇજાના કારણે સ્થળ ઉપર મોત નિપજ્યું હતું. જ્યારે બીજા સાત જણને કરમસદ મેડિકલ હોસ્પિટલમાં લઇ જવામાં આવ્યાં છે.