Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

રિસર્ચથી ફાયદો થવો જોઈએ

 
Source: City Reporter, Ahmedabad   |   Last Updated 1:50 AM [IST](31/08/2010)
 
 
 
 
Advertisement
 
પી.એચ.ડી. ડિગ્રી ફક્ત આપણા એજ્યુકેશનલ કવોલિફિકેશન સુધી સીમિત ન હોવી જોઈએ, પણ આપણા પી.એચ.ડી.ના સંશોધનને કારણે સમાજ અને દેશને પણ ફાયદો થવો જોઈએ અને તો જ ડોક્ટરેટ ડિગ્રીનું મહત્વ સાચું ગણાય, તેવી અમૂલ્ય સલાહ સાથે યુ.કે.થી આવેલા પ્રોફેસર લુઈઝે માઈકાના નવા ડોક્ટરલ ફેલો પ્રોગ્રામનું ઉદ્ઘાટન કર્યું હતું.

દેશમાં પ્રથમવાર મેનેજમેન્ટ કોમ્યુનિકેશનમાં ડોક્ટરલ ફેલો પ્રોગ્રામની શરૂઆત થશે. પ્રોગ્રામના વિશે વાતચીત કરતા ડાયરેક્ટર પ્રો.અશોક રણછોડે કહ્યું કે આ ત્રણ વર્ષનો રેસિડેિન્સયલ પ્રોગ્રામ રહેશે, આ પ્રોગ્રામને એ.આઈ.સી.ટી.ઈ.ની મંજુરી મળી ગઈ છે. તેનું પ્લાનિંગ અને ડિઝાઇનિંગ બહુ ચીવટપૂર્વક કરવામાં આવ્યું છે. આ પ્રોગ્રામની ટ્રેનિંગ આપવા દેશ અને વિદેશના એક્સપર્ટ આવશે.

વિદેશના યુનિવર્સિટી ડિપાર્ટમેન્ટમાં કાર્યરત રિસર્ચર અને સુપરવાઈઝર હેઠળ સ્ટુડન્ટને એક ટર્મ ટ્રેનિંગ મળશે. આ પ્રોગ્રામનો ખાસ ધ્યેય એ રહેશે કે સ્ટુડન્ટને કોમ્યુનિકેશનના ચાર વિભાગોની સમજણ પૂરી પડાશે. તેમાં ઈન્ટિગ્રેટેડ માર્કેટિંગ કોમ્યુનિકેશન, કોમ્યુનિકેશન અને સોશિયલ ચેન્જ, કોમ્યુનિકેશન અને કલ્ચરલ સ્ટડિસ અને ન્યૂ મીડિયા કોમ્યુનિકેશનનો સમાવેશ થશે. આ બાબતે ડોક્ટરેટ કરીને સ્ટુડન્ટ કોમ્યુનિકેશન સ્કોલર બની શકે અને જે વિષય પર સંશોધન હાથ ધર્યું હોય તેના થકી ગ્લોબલ ચેન્જ લાવી શકે.

બાળકની જેમ માનો રિસર્ચને
પ્રોફેસર લૂઈઝ કહે છે કે ‘‘પી.એચ.ડી. કરવાવાળા તો ઘણાં હોય પણ એવું રિસર્ચ અને પ્રેકિટસ કરો જે સમાજના વિકાસમાં મદદરૂપ થઈ શકે.’’ તેમણે ખાસ સ્ટુડન્ટને કહ્યું હતું કે તમારા રિસર્ચને તમારું પોતાનું માનો, સુપરવાઈઝરને તેના પર જોર કરવા ના દો, તમારું સંશોધન તમારું છે, તો તેમાં તમારું જ વિઝન, રિસર્ચ, સ્ટડી અને ફ્લેવર હોવી જોઈએ. યોર રિસર્ચ ઈઝ યોર બેબી, બાળકને તેની મા કરતાં વિશેષ કોઈપણ વિકાસ ના કરાવી શકે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
4 + 9


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.