જીસીસીઆઇ યૂથ વિંગ દ્વારા યુવાનોના બિઝનેસ આઇડિયાને સપોર્ટ કરવા માટે સ્પર્ધા : ૨૦ વર્ષ ઉપરનાં યુવાનોને મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ સાથે કામ કરવાની તક મળશે વિનર્સને ફંડસ લાવવા અને બિઝનેસ પ્લાન માટે ગાઇડન્સ અપાશે
ગુજરાતના યુવાનોના બિઝનેસ માટેના યુનિક આઇડિયા માર્ગદર્શન અને ફંડસને લીધે મરી ન જાય તે હેતુથી ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી દ્વારા અનોખી સ્પર્ધા લોન્ચ કરવામાં આવી છે. બિઝનેસ આઇડિયા કોમ્પિટિશન-૨૦૧૨ નામે લોન્ચ કરાયેલી સ્પર્ધા માટે મોટી સંખ્યામાં યુવાનોએ પોતાના આઇડિયા મોકલ્યા છે. ગત વર્ષે પ્રથમ વાર યોજાયેલી આ સ્પર્ધામાં વિનર રહેલા આકાશ ડોમલિયા અને જતીન ચૌધરી નામના યુવાનોના આઇડિયા જોરદાર ક્લિક થયા પછી જીસીસીઆઇએ આ વખતે સ્પર્ધાનો વ્યાપ વધાર્યો છે. બિઝનેસમેન્સ અને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટની જયૂરીની આકરી કસોટીમાંથી નીકળેલા ત્રણ યુવાનોને અમદાવાદ યુનિવિસeટીના વેન્ચર સ્ટુડિયોની ફેલોશિપ સહિતના પુરસ્કારો મળશે.
જીસીસીઆઇ યૂથ વિંગ કમિટી મેમ્બર શ્રીંજય જોશીએ આ વિશે જણાવ્યું હતું કે, દરેક યુવાન પાસે બિઝનેસ પ્લાન કે આઇડિયા હોય છે. કોઇકને યુનિક રેસ્ટોરાં ખોલવું હોય છે તો કોઇકને નવી પ્રોડકટ લોન્ચ કરવી હોય છે. પરંતુ એક વખત જોબમાં લાગ્યા પછી તેનો તે આઇડિયા મરી જાય છે. આમ ન થાય તે માટે અમે એક સ્પર્ધા શરુ કરી છે.
ગત વર્ષે ૭૦ની સામે આ વર્ષે અમને ૨૦૦ જેટલા આઇડિયાઝ મળે તેવી આશા છે. અમે ૨પ આઇડિયાને શોર્ટ લિસ્ટ કરીને ડીટેઇલ્ડ પ્લાન લખાવીશું. જેના માટે ફ્રી વર્કશોપ કરીને ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ અને નિષ્ણાતો ગાઇડ કરશે. તેમાંથી દસને ફાઇનલ કરીને દરેકને એક મેન્ટર આપીશું, જે મોટા ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ કે બિઝનેસમેન હશે. છેલ્લે જયૂરી અને ઓડિયન્સ સામે પ્રેઝન્ટેશન આપીને ત્રણ ફાઇનલિસ્ટ જાહેર થશે. મે મહિનામાં ત્રણ બેસ્ટ આઇડિયાઝ બહાર આવશે.
ફ્યુચર લીડર્સ તૈયાર કરવા માટે હાલમાં આ સ્પર્ધાને ખૂબ મહત્વ અપાઇ રહ્યું છે. ગુજરાતની જાણીતી બી-સ્કૂલ્સ ઉપરાંત ૭૦થી વધુ એસોસિયેશનોને તેની જાણ કરાઇ છે. આ ઉપરાંત, ઈનોવેટિવ આઈડિયા ધરાવનાર દરેક યુવાન આ સ્પર્ધામાં ભાગ લઈ શકે છે.
વિનર્સ બિઝનેસમેન કેવી રીતે બની શકે?
સ્પર્ધામાં અમદાવાદ યુનિવર્સિટીના ‘વેન્ચર સ્ટુડિયો- સેન્ટર ફોર ઇનોવેટિવ બિઝનેસ ડિઝાઈન’ને નોલેજ પાર્ટનર બનાવવામાં આવ્યું છે. આ સેન્ટરમાં બિઝનેસ આઇડિયાને કેવી રીતે ડેવલપ કરવા તેના વિશે નોલેજ અપાય છે. સમગ્ર સ્પર્ધામાં આ સ્ટુડિયો યુવાનોને માર્ગદર્શન આપશે. એટલું જ નહીં, વિનર્સને આઇડિયાના પોઝિશનિંગ અને બિઝનેસ પ્લાન માટે સક્સેસફુલ લોકોનું ગાઇડન્સ મળી રહેશે. જેના લીધે તેને નવો બિઝનેસ શરુ કરવામાં સરળતા રહેશે.