આજે સોડાયુક્ત પીણાં દરેક લોકો પીતા હોય છે. પરંતું આ પીણા પ્રેગનન્ટ મહિલા માટે ખૂબ જ ખૂબ જ નુકસાન કારક સાબિત થાય છે. ગભૉવસ્થામાં જે સ્ત્રીઓ સોડાયુક્ત ઠંડાં પીણાંનું સેવન કરે છે, તેમને પ્રીમેચ્યોર ડિલિવરીનો ભય રહે છે. બ્રિટનમાં હાલમાં જ થયેલી એક શોધમાં આ ખુલાસો કરવામાં આવ્યો છે.
એક્સપટ્ર્સના અનુસાર સોડાયુક્ત સોફ્ટ ડ્રિન્કસમાં આર્ટિફિશિયલ સ્વીટનર્સનો ઉપયોગ કરાય છે. તેને કારણે સમય પહેલા જ ડિલિવરી થઈ જવાની શક્યતા રહે છે. અધ્યયનમાં એ પણ જાણવા મળ્યું હતું કે જે ઠંડા પદાર્થોમાં એસ્પાર્ટટેમ્સ જેવા સ્વીટનર્સનો ઉપયોગ થાય છે તે ગર્ભના શિશુ માટે જોખમકારક સાબિત થઈ શકે છે.
બ્રિટિશ હેલ્થ એક્સપટ્ર્સના અનુસાર સ્ત્રીઓએ આવા કેમિકલયુક્ત ખાદ્ય તથા પ્રવાહી પદાર્થોથી દૂર રહેવું જોઈએ. તો બીજી બાજુ એક અન્ય સ્વીટનર મિથેનોલથી પણ ડિલિવરીનો સમય સામાન્ય કરતાં વધી જાય છે.