Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Dahod
 

ગુનાખોરી ડામવા પોલીસ નિષ્ફળ

 
Source: Irfan Malek, Dahod   |   Last Updated 12:09 AM [IST](02/09/2010)
 
 
 
 
Advertisement
 
પોલીસ જૂના ગુનાના ભેદ ઉકેલવામાં વ્યસ્ત

ચોર લૂંટારુંઓ તેમનો કસબ અજમાવવામાં મસ્ત

ગ્રામ્ય વિસ્તારની પ્રજાને રાત જાગરણ કરવાની ફરજ

દાહોદ જિલ્લામાં પગ પછાડવા છતાં બાઇક ચોરોને નાથવામાં સફળતા મળી નથી ત્યાં હાઇવે જામ કરી લૂંટ કરવા ઉપરાંત ઘરફોડ ચોરી કરતી ટોળકીઓ પુન: સક્રિય થતાં પોલીસ સાથે ‘એક સાંધે ત્યાં તેર તુટે જેવો ઘાટ’ સર્જાયો છે. જિલ્લામાં પ્રજા ભયભિત છે ત્યારે ઉપરા-છાપરી બનતા આવા બનાવોના ભેદ ઉકેલવા જુના ગુનેગારોને તપાસવામાં જ વ્યસ્ત છે પરંતુ આવા બનાવો ઉપર અંકુશ આવે તેવું કોઇ નક્કર આયોજન જોવાતું નથી.

દાહોદ જિલ્લામાં સંતોષકારક ચોમાસુ હોવા છતાં કોઇ કારણોસર પાછલા કેટલાંક સમયથી જિલ્લામાં સક્રિય થયેલી ચોર અને લૂંટારંુ ટોળકીએ લોકોની ઊંઘ હરામ કરી નાખી છે.

ટુંકા સમયના ગાળામાં ત્રણ-ત્રણ વખત હાઇવે જામ કરી વાહનો લૂંટવાની ઘટના હોય કે એકલ- દોકલ જતાં માણસોને રોકીને તેમની પાસેની જણસ સાથે વાહનો લૂંટી જવાના બનાવોમાં પોલીસ નિષ્ફળ જ રહી છે. લાગ જોઇને ઘરફોડ સાથે અન્ય ચોરી કરનારા પણ પ્રજાને ચોધાર આસુએ રડાવી રહ્યાં છે.

દાહોદ શહેરમાં રેકી બાદ બંધ ઘરોમાં ધાપ

જિલ્લા સાથે દાહોદ શહેર પણ સલામત નથી. અહીં પણ દિવસ દરમિયાન વિવિધ રૂપે રેકી કરી ગયા બાદ બંધ હોય તે ઘરને જ નિશાન બનાવવામાં આવી રહ્યા છે. શહેરમાં મંદીર સાથે દુકાનો અને રહેણાંક ઘરોમાં તસ્કરોએ કસબ અજમાવી પ્રજાની ઊંઘ ઉડાડી મુકી છે. આ બનાવો પૈકીના ગણ્યાં-ગાંઠ્યા જ પોલીસ ચોપડે ચઢેલા ગુનાઓ પણ ઉકલાયા નથી.

કોમ્બિંગ સઘન બનાવવામાં આવ્યું છે

ચોરી-લૂંટના વધતા બનાવોને જોતા જિલ્લામાં કોમ્બિંગ સઘન બનાવવામાં આવ્યું છે. આ સાથે જુના આરોપીઓને પણ તપાસવાની કામગીરી ચાલી રહી છે. ટુંક સમયમાં આ ગુનાઓ ડિટેકટ થઇ જશે તેવી શક્યતાઓ છે.
નિપૂણૉ તોરવણે, ઇન્ચાર્જ એસપી, દાહોદ

આઠ માસનો ચિતાર

ધાડ લૂંટ ઘરફોડ ચોરી બાઇક ચોરી અન્ય ચોરી
૦૭ ૨૦ ૨૪ ૬૨ ૩૨

પાછલા વર્ષના આંકડા
૩૦ ૪૦ ૭૩ ૧૨૬ ૬૨
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
8 + 5


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.