Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Anand
 

પેટલાદ સંઘની ચૂંટણીમાં માજી સહકાર મંત્રીની પેનલનો સફાયો

 
Source: Bhaskar News, Petlad   |   Last Updated 2:44 AM [IST](04/02/2012)
 
 
 
 
Advertisement
 
-તાલુકા ખરીદ વેચાણ સંઘની રસાકસીભરી ચૂંટણીમાં પૂર્વ મંત્રી સી.ડી. પટેલને ૩૧ જ મળ્યાં
-ગુજકોમાસોલના ડિરેક્ટર તેજસ પટેલની પેનલનો વ્યક્તિ અને મંડળી વિભાગમાં વિજય


પેટલાદ-સોજિત્રા તાલુકા ખરીદ વેચાણ સંઘની શુક્રવારે સવારે યોજાયેલી ઉત્તેજનાપૂર્ણ ચૂંટણીમાં ગુજકોમાસોલના ડિરેક્ટર તેજસ પટેલ અને સંઘના પૂર્વ ચેરમેન રાવજીભાઈ પટેલની બંને વિભાગની પેનલનો વિજય થયો છે. સામા પક્ષે રાજ્યના પૂર્વ સહકાર મંત્રી અને સંઘનાં વર્તમાન ચેરમેન સી.ડી.પટેલની પેનલનો સંપૂર્ણ સફાયો થતાં પંથક સહિત આણંદ જિલ્લા સહકારી આલમમાં પણ ભારે ખળભળાટ મચી ગયો છે.

પેટલાદ તાલુકા ખરીદ વેચાણ સંઘનાં સ્ટેશન રોડ સ્થિત સંકુલ ખાતે મામલતદાર સી.એન.પ્રજાપતિ, નાયબ મામલતદાર એ.ડી.ચૌહાણ અને પ્રીસાઇડિંગ ઓફિસર નાયબ મામલતદાર એચ.આર.મકવાણાની સીધી દેખરેખ હેઠળ શુક્રવારે સવારે મતદાન પ્રક્રિયા હાથ ધરાઈ હતી. મતદાન સવારે ૯થી બપોરે ૩ સુધી ચાલ્યું હતું. મંડળી વિભાગમાં તમામ ૬૮ મતદારોએ મતદાન કર્યું હતું. વ્યક્તિ વિભાગમાં કુલ ૧પમાંથી ૧૪ મતદારોએ પોતાનાં મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. સાંજે ૪ કલાકે મતગણતરી હાથ ધરાઈ હતી. પ્રથમ વ્યક્તિ વિભાગની ગણતરી શરૂ થતાં તાલુકા ખરીદ વેચાણ સંઘના સ્થાપક સ્વ. રમણભાઈ શનાભાઈ પટેલનાં પુત્ર ભરતભાઈનો ૧૪માંથી ૧૨ મત, અશ્વિનભાઈ એન.પટેલ ૧૨ મત અને કાંતિભાઈ એસ.પટેલને ૯ મત મળતાં સમગ્ર પેનલ વિજેતા બની હતી.

આ ઉપરાંત મંડળી વિભાગમાં વિજેતા બનનારાં મલાતજનાં સરપંચ દુર્ગેશભાઈ વિનુભાઈ પટેલને સૌથી વધુ ૪૩ મત મળ્યાં હતાં, જ્યારે તેજસભાઈ પટેલ(પીપળાવ)ને ૪૧ મત, રાવજીભાઈ પટેલ(ઘૂંટેલી) ૪૧, કનુભાઈ પટેલ(સિંહોલ)ને ૪૧, નૈનેશકુમાર પટેલ(બાંધણી) ૪૧, નવીનચંદ્ર પટેલ(ધર્મજ) ૪૧, અશોકભાઈ પટેલ(આશી) ૪૦, દિનેશભાઈ પટેલ(ખડાણા) ૩૯, શાંતિભાઈ પટેલ(સુંદરા)ને ૪૦ મત મળતાં ચૂંટણી અધિકારીએ ઉપરોકત તમામને વિજેતા ચૂંટાયેલા જાહેર કર્યા હતાં. સત્તા ટકાવી રાખવા મેદાને પડેલા સંઘનાં વર્તમાન ચેરમેન સી.ડી.પટેલને માત્ર ૩૧ જ મત મળ્યાં હતાં. એથી તેમને પણ પરાજયનો સામનો કરવો પડ્યો હતો. વિજેતા પેનલના ટેકેદારો-સમર્થકોએ સંઘ સંકુલમાં અબીલ-ગુલાલની છોળો ઉડાડી ફટાકડા ફોડી વિજયોત્સવ મનાવ્યો હતો.

પેટલાદ-સોજિત્રા તાલુકા ખરીદ વેચાણ સંઘની સત્તા ત્રણ વર્ષ પૂર્વે માજી મંત્રી સી.ડી.પટેલે આંચકી લીધી હતી. તાલુકા સંઘ પર પુન: કોંગ્રેસ પ્રેરિત પેનલે કબજો જમાવ્યો છે. પેટલાદ ખરીદ વેચાણ સંઘમાં અગાઉ પીઢ અને જૂનાં સહકારી આગેવાન રાવજીભાઈ પટેલ (ઘુંટેલી) રપ વર્ષ ઉપરાંતથી ચેરમેન પદ ભોગવતા હતાં. વ્યક્તિ વિભાગનાં ચૂંટણી જંગમાં ત્રણ બેઠક હોવા છતાં સી.ડી.પટેલને માત્ર બે જ ઉમેદવાર મળ્યાં હતાં. જેમાં પણ પરાજયનો સામનો કરવો પડ્યો છે.

નવા ઉમેદવારને સૌથી વધુ મતની સૌગાત
પેટલાદ સંઘની ચૂંટણીમાં મંડળી વિભાગના કુલ ૬૮ મત પૈકી વિજેતા બનેલાં મલાતજના સરપંચ દુર્ગેશભાઈ વી.પટેલ સહકારી ક્ષેત્રમાં સૌપ્રથમ વખત જ ઝંપલાવ્યું હોવા છતાંય તેઓને સૌથી વધુ ૪૩ મત મળ્યાં હતાં. જ્યારે સૌથી ઓછા મત દંતેલીનાં સુરેશ પટેલને ૨૧ મત મળ્યાં હતાં.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 3


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.