બેગ્લોંર નજીકના અનગોળ ખાતે મેન્સ ટીમના એક ખેલાડીએ એકતરફી પ્રેમમાં પાગલ બની કૃત્ય આચર્યાની આશંકા
- પદાર્થ નાખતા મહિલા ખેલાડી દાઝી ગઇ હોવાની શહેરમાં ચર્ચા ચાલી રહી છે- ગુજરાતની મેન્સ ટીમના વડોદરાના જ એક સાથી ખેલાડીએ મહિલા ખેલાડીની પીઠના ભાગે જવલનશિલ પદાર્થ નાખતા - નેશનલ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાતની મેન્સ અને વિમેન્સની ટીમ ભાગ લેવા માટે ગઇ હતી - ગુજરાતની મેન્સ અને વિમેન્સની ટીમ ભાગ લેવા માટે ગઇ હતી
બેંગ્લોર નજીકના અનગોળ ખાતે તાજેતરમાં રમાયેલ ખો-ખોની નેશનલ સ્પર્ધા દરમિયાન ગુજરાતની વિમેન્સ ટીમની વડોદરાની એક મહિલા ખેલાડીની પીઠ પર વડોદરાની મેન્સ ટીમના એક ખેલાડીએ એસીડ જેવો પદાર્થ નાખતા મહિલા ખેલાડી દાઝી ગઇ હોવાની શહેરમાં ચર્ચા ચાલી રહી છે.
પ્રાપ્તમાહિતી અનુસાર બેંગ્લોર નજીક અનગોળ ખાતે ખો-ખોની નેશનલ સ્પર્ધામાં ભાગ લેવા માટે ગુજરાતની મેન્સ અને વિમેન્સની ટીમ ભાગ લેવા માટે ગઇ હતી. એક મેચ દરમિયાન ગુજરાત ટીમની વડોદરાની મહિલા ખેલાડી પર ગુજરાતની મેન્સ ટીમના વડોદરાના જ એક સાથી ખેલાડીએ મહિલા ખેલાડીની પીઠના ભાગે જવલનશિલ પદાર્થ નાખતા તે દાઝી ગઇ હતી.
મેનેજમેન્ટે મામલો દાબી દેવાનો પ્રયત્ન કર્યો હોવાનો ચર્ચાય છે. આ મહિલા ખેલાડી સામે એક તરફી પ્રેમમાં સાથી ખેલાડીએ આ કૃત્ય આચર્યું હોવાનું ચર્ચાય છે.આ મામલા વિશે મને કાંઇ ખબર નથીઆવું સાંભળવામાં આવ્યું છે. પરંતુ સત્તાવાર રીતે તેમને કોઇ જાણ કરાઇ નથી. હું ટીમ મેનેજરનો સંપર્ક કરવા પ્રયત્ન કરી રહ્યો છું જો વાતમાં સત્ય હશે તો કાર્યવાહી કરાશે.મહેશ પટેલ, વડોદરા, ખો-ખો એસો. પ્રમુખ
આ બાબત મારા કાર્યક્ષેત્રમાં નથીમને આ બાબતે કોઇ માહિતી નથી. હું ગુજરાત ખો-ખો એસોસિયેશનના પ્રમુખ છું, વડોદરા મારા કાર્યક્ષેત્રમાં નથી. વડોદરા ખો-ખો એસોસિયેશનના પ્રમુખ વધુ પ્રકાશ પાડી શકે. હસમુખ પટેલ, ગુજરાત, ખો-ખો એસો. પ્રમુખ