પંચમહાલ જિલ્લામાં અલગ અલગ સ્થળ ઉપર બનેલા માર્ગ અકસ્માતના બનાવમાં બે વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. જે અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
શહેરાના ઘાઘલપૂર ગામે રહેતા લાલાભાઇ ફતાભાઇ બારીયા ગત તા. ૧૦ ફેબ્રુઆરીના રોજ લુણાવાડા તાલુકાના હાથીવન ગામ પાસેથી રિકશા લઇને પસાર થતા હતા. આ દરમિયાન પુરઝડપે અને ગફલતભરી રીતે હંકારતા અચાનક પલટી ખાઇ ગઇ હતી. જેથી તેઓ નીચે દબાઇ જતા ગંભીર ઇજા પહોંચી હતી. તેઓને સારવાર અર્થો સિવિલ હોસ્પિટલ ખસેડવામાં આવતા રસ્તામાં પ્રાણપંખેરૂ ઉડી ગયુ હતુ.
જે અંગે કોઠંબા પોલીસે ફરિયાદ નોંધી હતી. જ્યારે કડાણા તાલુકાના નવામાળ ગામે રહેતા યુવરાજસિંહ પુવાર બાઇક ઉપર દિવડાથી ઘર તરફ જતા હતા. આ દરમિયાન પુરઝડપે આવતા ટેમ્પો ચાલકે બાઇક સવારને ટક્કર મારી હતી. જેથી તેઓ હવામાં ફંગોળાતા તેઓનું મોત થયું હતું.