Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Panchmahal
 

પંચ.ની ૨૫ દુકાનમાં ક્રોસ ચેકિંગથી ફફડાટ

 
Source: Bhaskar News, Godhara   |   Last Updated 5:06 AM [IST](10/02/2012)
 
 
 
 
Advertisement
 
એક વર્ષથી તપાસ વિહોણી રહેલી અનાજની દુકાનોમાં ચકાસણીનો ધમધમાટ

છેલ્લા એક વર્ષથી તપાસ વિહોણી રહેલી પંચમહાલ જિલ્લાની ૨૫ સસ્તા અનાજની દુકાનોમાં અન્ય તાલુકાની ટીમોએ આકસ્મિક ચકાસણીનો ધમધમાટ આદર્યો છે. જોકે આ અંગેનો અહેવાલ તૈયાર કરવાની તજવીજ હાથ ધરાતાં ચોક્કસ માહિતી સાંપડી ન હતી. પરંતુ દુકાનદારોમાં ફફડાટ વ્યાપી ગયો છે.

છ માસ અગાઉ બોગસ લાભાર્થીઓના નામે વર્ષોથી સરકારી સામગ્રી હયગય કરાતાં દુકાનદારોની વસૂલાત પ્રકરણ ઠંડુ પડતાં પંચમહાલ પુરવઠા તંત્રમાં મહિનાઓથી કોઇ જાતનો સળવળાટ વ્યાપ્યો ન હતો.પરંતુ લાંબા સમય બાદ હવે માર્ચમાસને અનુલક્ષીને પુરવઠા તંત્રે કમર કસી છે. કલેક્ટર મનિષા ચંદ્રાના માર્ગદર્શન હેઠળ છેલ્લા એક વર્ષથી તપાસ વિહોણી રહેલી જિલ્લાની ૨૫ સસ્તા અનાજની દુકાનોમાં અન્ય તાલુકાના પ્રાંત અધિકારી, મામલતદાર સહિતની ટીમે એક દિવસીય ક્રોસ ચેકિંગ અભિયાન હાથ ધયું હતુ.

વિવિધ વિસ્તારોમાં દરોડો પાડી તપાસનો ધમધમાટ આદરતાં હિસાબ સરભર કરવાની વેતરણમાં પડ્યા હતા. દિનભર આદરેલ તપાસમાં વર્ષ દરમિયાનના રેકર્ડ, જથ્થા વિતરણ, હાજર સ્ટોક,કાર્ડધારકનો સંપર્ક કરી મેળવેલ સામગ્રીની ખાતરી કરવાની કામગીરી હાથ ધરી હતી. જેના પગલે વર્ષભર મનમાની કરીને ગેરરીતિ આચરનારા સંચાલકોમાં ભાગદોડ મચી ગઇ છે. જોકે આ અંગે પૂછતાં જિલ્લા પુરવઠા અધિકારી એસ.જે.પટેલે જણાવ્યુ હતુ કે દરેક તાલુકા કક્ષાએ અહેવાલ તૈયાર કરવાની તજવીજ ચાલુ છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.