ઠંડાપીણા કે દેશી પીણાની જગ્યાએ હવે મોકટેલની ડિમાન્ડ વધી છે. હમણાં સુધી આંગળીને ટેરવે ગણી શકાય તેટલી રેસ્ટોરન્ટમાં જ મોકટેલ ઉપલબ્ધ હતા, પરંતુ હવે તો તમામ શહેરો અને ઘરોમાં એક કે બીજા સ્વરૂપે મોકટેલ ઉપલબ્ધ થવા લાગ્યા છે. મોકટેલની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને મહિલાઓ પણ પોતાના ઘરે મોકટેલ અને પાર્ટી ડ્રિંક બનાવવા લાગ્યાં છે. શહેરના સ્પોર્ટસ ક્લબ ખાતે આયોજિત કૂકિંગ ડેમોસ્ટ્રેશનમાં પ્રીતબહિન ઠક્કર દ્વારા ૧૨પ જેટલી મહિલાઓએ મોકટેલ અને પાર્ટી ડ્રિંક બનાવવાની રીત જાણી હતી.
વિવિધ પ્રકારના મોકટેલ હેલ્ધી હોય છે? મોકટેલમાં બરફ નાખવામાં આવે તો તેનો ટેસ્ટ બદલાઇ જાય છે. આવા અનેક પ્રશ્નો દ્વારા મહિલાઓએ મોકટેલ બનાવતા શીખ્યા હતા. બ્લેક કરન્ટ, કૂરાકૂવા, પિન્કસિલીંગ, હેલોવિંગ, મોક શેમ્પેન, ફેશન ફ્રુટ સરપ્રાઇઝ, કોકોનટ બેઝ ડ્રીંગ, લેયર, અને ગ્લાસ ડેકોરેશન મોકટેલ બનાવવાની રીત પ્રીતબહિને સ્પોર્ટસ ક્લબ ખાતે મહિલાઓએ રીત બતાવી હતી.
ઘરની પાર્ટીમાં આ ડ્રિંક માત્ર ૨૦થી ૨પ રૂપિયામાં ઘરે બનાવી શકાય છે. તેમ જણાવતાં પ્રીતબહિને જણાવ્યું હતું કે, ઘરે મોકટેલ બનાવતી વખતે ન્યુટ્રિશન જાળવી શકાય છે. તેઓ કહે છે કે, ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન ની જેમ પાર્ટીમાં મોકટેલ ફર્સ્ટ ઇમ્પ્રેશન જેવું કામ કરે છે.