-વર્ષ ૨૦૦૪માં કન્યાનું પ્રમાણ ઘટીને ૮૨૪ થઇ ગયું હતું
-ડાંગમાં ૧૦૦૦ કુમારે ૯૯૯ કન્યા
-અમદાવાદમાં હજુ ૮૮૩ અને ગાંધીનગરમાં ૮૮૫
વર્ષ ૨૦૦૪માં ગુજરાતમાં બાળકીઓના જન્મનું પ્રમાણ કુમારના જન્મની સામે દર હજારે ઘટીને સરેરાશ ફક્ત ૮૨૪ થઇ જવા પામ્યું હતું. આ ગંભીર સ્થિતિ સામે રાજ્ય સરકાર દ્વારા બેટી બચાવો આંદોલન અંતર્ગત અનેક ઝુંબેશ શરૂ કરાયા બાદ તાજેતરમાં આ પ્રમાણ વધીને સરેરાશ ૯૦૫નું થવા પામ્યું છે.
બાળકી કે કન્યાના ઘટતા પ્રમાણની વાત સમજુ નાગરિકોએ સ્વીકારીને સરકારની ઝુંબેશને પ્રતિસાદ આપ્યો હોય તેમ હવે ચિત્ર પલટાયું છે. જો કે હજુ પણ દર હજારની સામે આ પ્રમાણ ઓછું છે પરંતુ ચિત્ર આશાસ્પદ થવા પામ્યું છે. આશ્ચર્યની વાત એ છે કે અનેક પછાત કહેવાતા જિલ્લાઓમાં બાળકીઓના જન્મના પ્રમાણમાં વધારો થયો છે તેની સામે અમદાવાદ અને ગાંધીનગર જેવા શહેરી અને વિકસિત જિલ્લાઓમાં આ પ્રમાણ ૯૦૦ કરતા પણ ઓછું છે.
>>