Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

હવે ગુજરાતી ફિલ્મોને મેલોડી આપીશું

 
Source: Asha Desai, Ahmedabad   |   Last Updated 2:30 AM [IST](30/08/2010)
 
 
 
 
 
મ્યુઝિક ઇન્ડસ્ટ્રી અને શ્રોતાઓના દિલ પર રાજ કરનારા શ્રવણે મ્યુઝિકના લેટેસ્ટ ટ્રેન્ડ પર વાતો કરી...

નદીમ શ્રવણની જુગલબંધીએ ૧૯૯૦થી ૨૦૦૦ સુધીમાં દસના દાયકામાં બોલિવૂડમાં તરખાટ મચાવ્યો હતો. એમના સોંગની મેલોડીઝ આજે પણ લોકોની જુબાન પર છે. આશિકી, દિલ હૈ કી માનતા નહીં, ધડકન, સાજન, દીવાના, પરદેશ જેવી ૪૦૦થી વધુ ફિલ્મોમાં મ્યુઝિક આપી ચૂકેલા શ્રવણ રાઠોડે પોતાની અમદાવાદની મુલાકાત દરમિયાન સિટી ભાસ્કર સાથે દિલ ખોલીને વાત કરી હતી.

શ્રવણ તેના ફ્યુચર પ્રોજેક્ટ વિશે વાત કરતા કહે છે કે હવે ગુજરાતી ફિલ્મમાં સંગીત આપવું છે. વાઇબ્રન્ટ ગુજરાતને લીધે ગુજરાત વિશ્વસ્તરે નામના મેળવી ચૂક્યું છે. પ્રોડ્યુસર કેતનભાઈની સાથે મળીને ગુજરાતી ફિલ્મનું શૂટિંગ ચાઈનામાં કરવાની ઇચ્છા છે. તેમને ગુજરાતી ગીત-સંગીતકાર અવિનાશ વ્યાસ અને ગૌરાંગ વ્યાસ માટે ઘણું જ માન છે.

અત્યારના નવા જનરેશનના મ્યુઝિક માટે કહે છે કે અમારી વખતે ઈંગ્લિશ લીરિક્સનો ઉપયોગ નહોતો થતો પણ સમય બદલાતાં એ પણ અમે અપનાવ્યું છે, ચેન્જ ઈઝ ઓલ્વેઝ ગુડ.

નદીમ-શ્રવણની બેલડી ફરી ક્યારે બોલિવૂડમાં ધૂમ મચાવશે? તો તેના જવાબમાં કહે છે કે ભંવરા ફિલ્મથી અમારી પાછી ઈનિંગ્ઝ શરૂ થશે, જેમાં રોમેન્ટિક મેલડીઝ સાંભળવા મળશે.
નદીમભાઈને કેવા મીસ કરો છો તેના જવાબમાં શ્રવણ મલકાઇને કહે છે કે અમારી બંને વચ્ચે ભલે માઇલોનું અંતર છે પણ એક જીસ્મ દો જાન જેવી આખી વાત છે. ઘણી વખત લંડન જઈને પણ મ્યુઝિક કમ્પોઝડ કરીએ છીએ અને ઈન્ડિયામાં આવીને લોન્ચ કરીએ છીએ વીઆર ઓલ્વેઝ ટુ ગેધર.

રિયાલિટી શો વિશે જણાવે છે કે એનાથી નવા આર્ટિસ્ટને પ્લેટફોર્મ જરૂર મળે છે, પણ જીત્યા પછી એ વીનર ક્યાં ખોવાઈ જાય છે એ ખબર જ નથી. પડતી વીનર્સના આલબમ બહાર પાડીને લોન્ચ કરવા જોઈએ જેથી તેની આર્ટની કદર થાય.

શશીકુંજ એકેડમીમાં આવેલા કમ્પોઝર, ઓર્ગેનાઈઝર, મ્યૂઝિક ડાયેર્કટર શ્રવણભાઈ કહે છે કે, મારી નદીમની મુલાકાત એક પાર્ટીથી થઈ હતી અને તે પછી સંગીતની ઝુગલબંદીનો દોર શરૂ થયો ૧૯૭૨થી અમારી સંઘર્ષગાથા શરૂ થઈ અને ૧૯૯૦માં આશિકી મૂવીથી જબરદસ્ત બ્રેક મળ્યો ત્યાર પછી પાછું વળીને જોયું નથી. ગુજરાતને પ્રમોટ કરવા માટે આતુર એવા શ્રવણભાઈ ગાંધીનગરમાં આવનાર ગરબાની તડામાર તૈયારીઓ કરી રહ્યાં છે. એ માટે ગુજરાતની જનતાનો સપોર્ટ ઈચ્છે છે.

મ્યૂઝિકની કોઈ ભાષા નથી હોતી...

અમદાવાદની મુલાકાતે આવેલા સંગીતકાર સંજીવ- દર્શન કહે છે કે સંગીત અમને ગળથૂંથીમાંથી મળ્યું છે. અત્યાર સુધીની હીટ ફિલ્મો વિશે વાત કરતાં કહે છે કે દરેક મૂવીમાં અમે હટકે મ્યુઝિક આપ્યું છે. મન, સ્ટાઈલ, દીવાને હમારા દિલ આપકે પાસ હૈ...જેવી ૩૫ જેટલી ફિલ્મમાં સંગીત આપીને સફળતાની શરૂઆત કરી છે. એ સિવાય, તમિલ, બંગાળી ભાષામાં પણ સંગીત આપ્યું છે.

તેઓ કહે છે કે મ્યુઝિકની કોઈ ભાષા જ નથી હોતી, એટલે દરેક ભાષામાં સંગીત પીરસવાની ઈચ્છા છે. ફ્યુચરમાં ડાઉન ટાઉન અને અગ્નિ મૂવીમાં અમારું સંગીત સાંભળવા મળશે. વધુમાં તેઓ કહે છે કે અગ્નિ મૂવીથી રવિના ટંડનનું પણ કમબેક છે જેનાં ગીતો દર્શકોને જરૂર ગમશે.
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.