Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

હવે હવાથી કરો વાતો

 
Source: Falguni Darji, Ahmedabad   |   Last Updated 4:51 AM [IST](31/08/2010)
 
 
 
 
 

કાંકરિયા હવે વધારે રોમાંચક અને હોટ ફેવરિટ સ્થળ બનતું જાય છે. બોટિંગ, મિની ટ્રેન, ફૂડ કોર્ટ અને હવે હિલિયમ બલૂન લોકોને વધુ એક રોમાંચ પૂરો પાડવા તૈયાર છે.


શું તમે એડવેન્ચરના શોખીન છો? વોટર સ્પોટ્eસ અને હવાના કરતબોથી ડર નથી લાગતો ને? અથવા તમે તમારો બર્થ ડે અલગ અંદાજમાં સેલિબ્રેટ કરવા માંગો છો? તો બસ થોડાક જ દિવસની રાહ જુઓ. કાંકરિયા સ્થિત વન ટ્રી હિલ ગાર્ડનમાં થોડા સમયમાં જ અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશન દ્વારા એક હિલિયમ બલૂન લગાવવામાં આવશે જે તમારા એન્જોયમેન્ટમાં ખૂબ જ વધારો કરશે.


આપણે ટેલિવિઝનમાં કે ફિલ્મોમાં મોટા બલૂન જોઇએ ત્યારે આપણને તરત જ એવું થાય છે કે, જો આપણા શહેરમાં આવું કોઇ મોટું બલૂન હોય તો કેવું સારું! આપણે તેમાં બેસીને આખા શહેરને જોઇ શકીએ. આ વિચાર જ એક આહ્લાદક અનુભવ કરાવે છે. પરંતુ તમે જે સ્વપ્ન જોતા હતા તે હવે સાકાર થવા જઇ રહ્યું છે. તમે પણ આવા મોટા બલૂનમાં બેસીને અમદાવાદને નિહાળી શકશો.


આ બલૂનમાં એક સાથે ૩૦ લોકો બેસી શકશે અને દરેક રાઇડ ૧૫ થી ૨૦ મિનિટની રહેશે. ૩૬૦ ફૂટ ઊંચાઈથી અમદાવાદને જોવાનો મોકો કોને છોડવાનું ગમશે! આ પ્રોજેક્ટ વિશે માહિતી આપતા અમદાવાદ મ્યુનિસપિલ કોર્પોરેશનના ડે.કમિશનર એમ.એસ.પટેલે જણાવ્યું કે, આ બલૂનમાં બેસીને આકાશમાંથી એક અદ્દભૂત નજારો જોવા મળશે જેને તમે ક્યારેય નહીં નિહાળ્યો હોય. ભારતમાં પ્રથમ વખત અમદાવાદ ખાતે આવું બલૂન મૂકવામાં આવી રહ્યું છે. આ બલૂનમાં દર અઠવાડિયે મ્યુનિસપિલ સ્કૂલના ૧૦૦ જેટલા બાળકોને મફત રાઇડ કરાવવામાં આવશે.


સ્કાય વન્ડરફ પ્રાઇવેટ લિમિટેડના ડિરેક્ટર ગુલ થવાણીએ જણાવ્યું કે, આ પ્રોજેક્ટ પૂરો કરતા ૬ મહિના જેટલો સમય લાગ્યો છે. લગભગ ૧૦ કરોડના ખર્ચે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ બલૂન માટે એક રાઇડના ૧૦૦ રૂપિયા જેટલો ચાર્જ રાખવામાં આવશે.


એન્જોયમેન્ટ સાથે એજ્યુકેશન


સામાન્ય રીતે જ્યારે કોઇપણ બાળક આ બલૂન જોશે એટલે તરત જ તેના મગજમાં અનેક પ્રશ્નો ઉપસ્થિત થશે. જેમ કે, આ બલૂન કેવી રીતે કામ કરે છે?, ઉપર કેવી રીતે જાય છે?, તે કેવી રીતે બનાવવામાં આવ્યું છે? વગેરે પ્રશ્નો માટે આ ગાર્ડનમાં બલૂનની માહિતી આપતું એક પ્રદર્શન પણ રાખવામાં આવ્યું છે જેના કારણે બાળકોને એન્જોયમેન્ટ સાથે શિક્ષણ પણ મળશે. આ ઉપરાંત આની સાથે એક હેરિટેજ એક્ઝિબશિન પણ રાખવામાં આવ્યું છે.


હિલિયમ બલૂનની ખાસિયત:


ગેસ- હિલિયમ ગેસનો ઉપયોગ કરવામાં આવશે. જે ખૂબ જ લાઇટ ગેસ છે અને તેનાથી ક્યારેય આગ નથી લાગતી. આ ઉપરાંત આ ગેસ ઝેરી પણ નથી. આના કારણે સલામતીનું સ્તર વધી જાય છે.

ફેબ્રિક- આ બલૂનમાં પોલિકાર્બોનેટ કોટેડ પોલિએસ્ટર ફેબ્રિક ૧૬૦૦૦ સ્કેવર મીટર વાપરવામાં આવશે.


કેપેસિટી- આ બલૂનમાં એક સાથે ૩૦ લોકો બેસી શકશે.


વજન- આ બલૂનનું વજન ૧૫૦૦ કિલો જેટલું છે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
2 + 6


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.