Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar
 

નગરજનોના માથેથી વેરાનો બોજો ટળ્યો

 
Source: Bhaskar News, Gandhinagar   |   Last Updated 4:33 AM [IST](03/02/2012)
 
 
 
 
Advertisement
 
વ્યવસાય વેરા પેટે રૂ.પ૦ લાખની આવક:રૂ.૮પ.૩૭ લાખની બિનકર આવક:પગાર ખર્ચ પેટે રૂ.પ કરોડની જોગવાઇ:પદાધિકારીઓનાં ભથ્થાં માટે રૂ.૨૦ લાખના ખર્ચનો અંદાજ

ગાંધીનગર મહાનગરપાલિકાનું પ્રથમ સૂચિત અંદાજપત્ર-ડ્રાફ્ટ બજેટ ગુરુવારે રજૂ કરાયું હતું. મ્યુનિસિપલ કમિશનરે રૂ.૧.૭૯ કરોડની પુરાંતવાળું રૂ.૧પ.૭પ કરોડનું અંદાજપત્ર સ્થાયી સમિતિ સમક્ષ મૂક્યું હતું. નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩માં રૂ.૧૩.૯૬ કરોડનો ખર્ચ બજેટમાં અંદાજવામાં આવ્યો છે. પ્રથમ બજેટમાં નગરજનોના માથે વેરાનો બોજ લાદવાનું મનપાએ ટાળ્યું છે. બજેટ અંગે બે દિવસ ચર્ચા કર્યા બાદ શનિવારે સ્થાયી સમિતિ બજેટને મંજૂરી આપશે.

ગુરુવારે મ્યુનિસિપલ કમિશનર સી.આર.ખરસાણે રૂ.૧પ.૭પ કોરડનું પુરાંતવાળું ડ્રાફ્ટ બજેટ રજૂ કર્યું હતું. મનપા વિસ્તારમાં મિલકતવેરા દાખલ કરવાની રાજ્ય સરકારની મંજૂરી મળશે તો અંદાજે ૧.૧૦ રૂપિયાની મિલકત વેરા પેટે મનપાને આવક થશે. ઉપરાંત નવા સફાઇકરની પણ રૂ.પ૧.૯૦ લાખની આવક થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે.

નાણાકીય વર્ષ ૨૦૧૨-૧૩માં વ્યવસાય વેરાની વસૂલાત થકી રૂ.પ૦ લાખ તથા વેરા સિવાયની રૂ.૮પ.૩૭ લાખની આવક થવાનો અંદાજ છે. આ ઉપરાંત ઓકટ્રોયના વળતર પેટે રાજ્ય સરકાર પાસેથી ૧૨ કરોડ રૂપિયા, ખેલ મહાકુંભની ગ્રાન્ટ પેટે રૂ.પ૦ લાખ તથા અન્ય અનુદાન મળીને કુલ રૂ.૧૪.૩૦ કરોડની આવક મનપાને થશે. આમ મનપાને કુલ રૂ.૧પ.૭૮ કરોડની આવક થવાની ધારણા છે.

આ આવક સામે મનપાના અધિકારી અને કર્મચારીઓને છઠ્ઠા પગારપંચ પ્રમાણે પગારની ચુકવણી માટે અંદાજે રૂ.પ કરોડ ખર્ચ થવાનો અંદાજ રાખવામાં આવ્યો છે. ઉપરાંત ડોર ટુ ડોર ગાર્બેજ કલેકશન સહિ‌ત રૂ.૩ કરોડ ખર્ચની જોગવાઇ બજેટમાં કરાઇ છે. મનપાના પદાધિકારીઓ અને નગરસેવકોના વેતન-ભથ્થા માટે રૂ.૨૦ લાખની જોગવાઇ સાથે કુલ રૂ.૧૩.૦૧ કરોડનો ખર્ચ થવાની ધારણા છે.

આ ખર્ચમાં ફાયરનાં સાધનો, વાહનો, સફાઇ માટે કન્ટેનર, ફોગિંગ મશીન ખરીદવા ઉપરાંત મુકિતધામોમાં સુવિધા વધારવા, રંગમંચોના સમારકામ અને મોબાઇલ ટોઈલેટ બનાવવાના ખર્ચનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. સિનિયર સિટિઝન્સ માટે દરેક ર્વોડમાં ૩-૩ વિશ્રાંમ બાંકડા મૂકવાનું આયોજન કરાયું છે. ઉપરાંત નવી જગ્યા મળ્યા બાદ ફર્નિ‌ચર અને અન્ય સુવિધાઓનો ખર્ચ પણ અંદાજપત્રમાં સમાવાયો છે. ગાંધીનગર મનપાએ પ્રથમ સૂચિત અંદાજપત્રમાં નગરજનો માટે વેરામુકિત રાખી હોવાથી રહીશો માટે મનપાનું પ્રથમ બજેટ સુખદ અનુભવ કરાવનારું રહ્યું છે.

રૂપિયો ક્યાંથી આવશે ?

આવક-----------રૂપિયા

વ્યવસાય વેરો------પ૦ લાખ

બિનકર આવક------૮પ.૩૭ લાખ

ઓકટ્રોય પેટે વળતર--૧૨ કરોડ

ખેલ મહાકુંભ ગ્રાન્ટ----પ૦ લાખ

અન્ય ગ્રાન્ટ--------૧૪.૩૦ કરોડ

કુલ આવક---------૧પ.૭૮ કરોડ


રૂપિયો ક્યાં જશે

જાવક------------------- રૂપિયા
અધિકારી-કર્મચારીઓનો પગાર---- રૂ.પ કરોડ

કચરા નિકાલ તથા અન્ય-------- રૂ.૩ કરોડ

પદાધિકારીઓના વેતન-ભથ્થા----- રૂ.૨૦ લાખ

ફાયરબ્રિગેડના વાહન-સાધનોની---- રૂ.૧૦ લાખ

ખરીદી

સફાઇના કન્ટેનરની ખરીદી-------- રૂ.૧ લાખ

ફોગિંગ મશીનની ખરીદી---------- રૂ.૨ લાખ

મુકિતધામોની સુવિધા------------ રૂ.૧૦ લાખ

મોબાઇલ ટોઇલેટ--------------- રૂ.પ લાખ

રંગમંચોનું સમારકામ------------ રૂ.પ લાખ

વિશ્રાંમ બાંકડા----------------- રૂ.૧.પ૦ લાખ

નવી ઓફિસનું ફર્નિ‌ચર------------ રૂ.૧૦ લાખ

કુલ :---------------------- રૂ.૧૩.૯૬ કરોડ
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.