ભારતમાં સ્પેસ લોનું અસ્તિત્વ નથી ત્યારે મોબાઈલ, ઈન્ટરનેટ અને બીજા કમ્યુનિકેશનને લીધે સ્પેસ કોમ્પલિકેશન્સ ખૂબ વધી રહ્યાં છે. લો ક્ષેત્રે રિસર્ચના માધ્યમથી આ કોમ્પલિકેશન્સ દૂર કરવાના હેતુથી ગુરુવારે આર્યાવર્તા સ્પેસ ઓર્ગેનાઈઝેશનના ડાયરેકટર ડૉ. ઋષિ ઘડાવાળા અને નિરમા યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટના હેડ ડૉ. પૂર્વી પોખરીયાએ એમઓયુ સાઇન કર્યા હતા.એમઓયુ મુજબ, આ બંને સંસ્થાઓ સંયુક્ત રીતે લો પોલિસીનો ડ્રાફ્ટ તૈયાર કરીને કેન્દ્ર સરકારને સુપરત કરશે.
હાલ ઓરબિટમાં અનેક સેટેલાઇટ અને તેનાથી છૂટા પડેલા પાટ્ર્સને કારણે સ્પેસ કચરો વધી રહ્યો છે.આ સેટેલાઇટના કચરાને દૂર કરવાની જવાબદારી નિયત કરવા માટે સ્પેસ લો અને પોલિસી બનાવવી ખૂબ જરૂરી છે. નિરમા યુનિવર્સિટીના લો ડિપાર્ટમેન્ટના બે પ્રોફેસર, છ વિદ્યાર્થીઓ અને આર્યવર્તા સ્પેસ ઓર્ગેનાઇઝેશનના ત્રણ સાયિન્ટસ્ટ ભેગા થઇને ભારત સરકાર માટે સ્પેસ પોલિસી તૈયાર કરશે.
આ એમઓયુથી વિદ્યાર્થીઓમાં રિસર્ચ કરવા અને સાયન્સ જેવા વિષયમાં ઇન્ટરેસ્ટ પણ વધશે. સ્પેસ ટેક્નોલોજી ડેવલપ થાય તેમ સ્પેસ લો પણ ડેવલપ થવો જરૂરી છે તેમ જણાવતા ષિ ઘડાવાળાએ જણાવ્યું કે, હાલમાં અમે નેશનલ પોલિસી બનાવવા માટે યુએસ, કેનેડા, યુરોપ, ચાઇના, જાપાન, રશિયા જેવી કન્ટ્રીના સ્પેસ લો પર રિસર્ચ કર્યું છે.
આ સ્પેસ લો અને પોલિસીને એક વર્ષની અંદર તૈયાર કરી લેવામાં આવશે. નેશનલ પોલિસી ડ્રાફટ તૈયાર કરી કેન્દ્ર સરકારને સોંપવામાં આવશે. આ અંગે ડૉ. પૂવીe પોખરિયાએ જણાવ્યું હતું કે, સ્પેસ લો બનવો ખૂબ જરૂરી છે અને તેના માટે અમે ડિપ્લોમા સ્પેસ લો એન્ડ પોલિસી કોર્સ શરૂ કરી રહ્યા છીએ. આ ડિપ્લોમા કોર્સ છ મહિનાના સમયગાળાનો હશે, જે નવા એકેડેમી સત્રથી શરૂ કરી દેવાની ધારણા છે.