ગાંધીનગરના ડભોડા ગામે રહેતા અને લગ્ન પ્રસંગે બેન્ડવાજા વગાડવાનું કામ કરતા ઉદાજી ભયજી દંતાણી તેના સાધન સરંજામ અને ગાવા-વગાડવાના કલાકારોને લઇને આઇસર મીની ટ્રકમાં બેસીને સોલા જઇ રહ્યાં તે દરમિયાન શાહપુર ચોકડી પાસે મીની ટ્રક પલટી ખાઇ ગઇ હતી.
આ અકસ્માતમાં નવ વ્યકિતઓને નાની-મોટી ઇજાઓ થતા સારવાર માટે સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા. સેકટર-૭ પોલીસે આ બારામાં ઉદાજીની ફરિયાદ પરથી જીજે-પ-વાયવાય-૬પ૯૭ નંબરની મીની ટ્રકના ચાલક ડભોડાના રહેવાસી કનુભાઇ બળદેવભાઇ યાદવ સામે ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી કરી હતી.