નેશલન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ડિઝાઈનના ફિલ્મ એન્ડ વીડિયો ડિવિઝનના પોસ્ટ ગ્રેજ્યુએટ કોર્સની પૂર્વ વિદ્યાર્થિની શ્રદ્ધા સાખળકરે ગીરગાંવમાં આવેલા વિસ્તાર કોતા ચી વાડીના વિષયને કેન્દ્રમાં રાખી તેને આધારે ‘કોણા ચી વાડી’ ફિલ્મ તૈયાર કરી જે આ વર્ષે યોજાનારા કાલાઘોડા આર્ટ ફેસ્ટિવલમાં રજૂ કરાશે. કાલા ઘોર્ડ આર્ટ ફેસ્ટિવલ નેવુંના ઉત્તરાર્ધથી મુંબઇમાં યોજાય છે અને તેમાં બધા જ પ્રકારની કલા, મનોરંજન, રચનાત્મકતાને રજૂ કરવામાં આવે છે.
સત્વને જીવંત રાખવાની વાત
કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલમાં રજૂ થનારી ફિલ્મ અંગે વધુ માહિતી આપતા શ્રધ્ધાએ જણાવ્યું કે,‘ દક્ષિણ મુંબઈમાં આવેલા આ વિસ્તારમાં વિવિધ સ્તરોમાં અનેક કોમ્યુનિટીઝ આવીને વસી છે, તેમની સંસ્કૃતિ, બાંધકામ, પરસ્પરના સંબંધો બધું જ વિશેષ છે. બમૉ-ટિક કલાના આધારે બંધાયેલાં ઘરો પર હવે ઊંGચી ઇમારતો આવી ચૂકી છે અને સંસ્કૃતિનું મૂળ સ્વરૂપ ખોવાયું છે.’ વધતી આધુનિકતા વચ્ચે પોતાનાં સત્વને જીવંત રાખતાં લોકોની ફિલ્મમાં વાત છે.
શ્રદ્ધાના આ પ્રોજેક્ટને ફોર્ડ ફાઉન્ડેશન દ્વારા સ્પોન્સર કરાયો હતો. આજે કેટલાંક સ્વૈચ્છિક સંસ્થાનો પણ આ ફિલ્મના આધારે તે વિસ્તારના સત્વને જાળવવા કાર્યરત છે. શ્રદ્ધાએ અભ્યાસના ભાગરૂપે સરખેજ પર પણ ફિલ્મ બનાવી હતી, જે આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટમાં પ્રસ્તુત થઈ ચૂકી છે.
ડિપ્લોમા પ્રોજેક્ટમાં કોતા ચી વાડી વિસ્તાર પર કામ કરનાર શ્રધ્ધાનું કહેવું છે કે, ‘વાડીનું અસ્તિત્વ મુંબઇના ગીચ રસ્તાઓની વચ્ચે કોઇ સરપ્રાઇઝની જેમ મળી આવે છે. આ વિસ્તાર ઈતિહાસના સ્તર જેવું છે જેમાંથી આજનું શહેર ઉગી આવ્યું છે. આ ફિલ્મમાં મેં ત્યાંના લોકોની સરળતા, વાડી સાથેનું તેમનું અટેચમેન્ટ, તેમની લાઇફસ્ટાઇલ, તેમાંથી ડોકાતી પરંપરાઓ અને આધુનિકતાના સ્પર્શને આવરી લેવાનો પ્રયાસ કર્યો છે. કાલા ઘોડા આર્ટ ફેસ્ટિવલમાં તેને સ્થાન મળવું મારા માટે ચોક્કસ ગર્વની વાત છે.’