Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Anand >> Navigate To The Issue Of Teacher Accused Of Murder

પ્રેમી જેમ્સે આત્મહત્યા કરી હોવાની અફવાએ ચકચાર મચાવી

Bhaskar News, Anand | Jul 23, 2012, 23:34PM IST
 
 

- શિક્ષિકાની હત્યાના આરોપીની શોધખોળ જારી

પેટલાદ શહેરમાં શિક્ષિકાની હત્યા બાદ પલાયન થઇ ગયેલા તેના પ્રેમીએ આત્મહત્યા કરી લીધી હોવાના ગપગોળાએ સવારથી જ પેટલાદ શહેરને ચકડોળે ચઢાવ્યું હતું. જોકે, તપાસના અંતે પોલીસે આ બાબતમાં કોઇ તથ્ય ન હોવાનું જણાવ્યું હતું.

પોલીસના જણાવ્યાં મુજબ પેટલાદ તાલુકા શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવતા પુષ્પાને તેના પતિ અજય સાથે કોઇ બાબતે અણ બનાવ બનતાં છેલ્લા પંદર વર્ષથી સબંધ કાપી નાખી સેલ ટેક્ષ વિભાગમાં ફરજ બજાવતાં પેટલાદના જેમ્સ આર્શીવાદ મેકવાન સાથે રહેતાં હતાંઉ જેમ્સ મેકવાને પુષ્પાને રાખવા માટે પોતાની પત્ની કપિલાને કાઢી હતી.

છેલ્લા પંદર વર્ષથી જેમ્સ અને પુષ્પા એક સાથે રહેતા હતાં. દરમિયાન આજુબાજુના રહીશોએ કરેલી જાણ આધારે પેટલાદ શહેર પીઆઇ પી.આર.રાઠોડ અને સ્ટાફના માણસોએ મકાનમાં તપાસ કરતાં અંદરથી તિક્ષ્ણ હથિયારથી ગળે તેમજ માથામાં ઘા કરી હત્યા કરાયેલી પુષ્પાબેનની લાશ મળી આવી હતી.

પોલીસે આ બાબતે પુષ્પાના પતિ અજયભાઇની ફરિયાદ આધારે હત્યાનો ગુનો નોંધ્યો હતો. જોકે, પુષ્પાનો પ્રેમી જેમ્સ મેકવાન ફરાર હોઇ તેણે જ હત્યા કરી હોવાની આશંકા સાથે પોલીસે તેની તપાસ હાથ ધરી છે. ડીવાયએસપીના માર્ગદર્શન હેઠળ પીઆઇ પી.આર.રાઠોડ અને પીએસઆઇ કે.એ.વાઘેલાએ મૃત મહિ‌લાના મોબાઇલની પ્રિન્ટ કઢાવી તેની તપાસ હાથ ધરી છે.

શકદારની શોધખોળ માટે પોલીસની કવાયત

શહેર પીઆઇએ જણાવ્યું હતું કે 'હત્યાના બનાવ બાદ શકદાર જેમ્સ ફરાર થઇ ગયો છે. તેની શોધખોળ ચાલુ છે તેણે તેનો મોબાઇલ સ્વીચ ઓફ કરી દીધો હોઇ તેનું લોકેશન મેળવી શકાયું નથી, પરંતુ તેના બેઠક વિસ્તારો અને સગા સબંધીઓને ત્યાં શોધખોળ કરવામાં આવી રહી છે. જેમ્સ હાથમાં આવે પછી જ હત્યા તેણે જ કરી ? અને કરી હોય તો કયા કારણથી કરી ? તે વિગતો બહાર આવે તેમ છે.’

લાશ દીકરાને સોંપાઇ

શિક્ષિકા પુષ્પાબેન છેલ્લા પંદર વર્ષથી પતિ અજય સાથે સબંધ રાખતી ન હતી. પુષ્પાના બે બાળકો પણ અજયની સાથે રહેતાં હતાં. પુષ્પાની હત્યા થયાં બાદ તેની લાશ કોને સોંપવી તેની દ્વિધામાં પોલીસ હતી. અંતમાં લાશનું પેનલ ડોક્ટર મારફતે પીએમ કરાવ્યાં બાદ તેના પતિ અને દીકરાને સમજાવવામાં આવતાં દીકરાએ લાશ સ્વીકારી લીધી હતી.
 
 
 

Your Opinion
 
 
Code:
8 + 5

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment