Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Anand
 

નેશનલ હાઇ વે પર ટોર્ચ ગેંગે ત્રણ ટ્રકચાલકો લૂંટી લીધાં

 
Source: Bhaskar News, Anand   |   Last Updated 12:35 AM [IST](03/01/2012)
 
 
 
 
 
- લૂંટારાઓએ ટોર્ચ બતાવી ટ્રક ઊભી રખાવ્યાં બાદ ચાલકોને ગટરમાં લઇ જઇ માર મારી બાંધી દઇ લૂંટ ચલાવી

આણંદ પાસેના બોરીઆવી હાઇવે ઉપર મધરાત્રે ટોર્ચના અજવાળે ત્રણ ટ્રક ચાલકોને રોકી લાકડાના દંડાથી માર મારી લૂંટારાઓએ ૩૨૫૦૦ રૂપિયાની મતાની લૂંટ ચલાવી પલાયન થઇ જતાં ખળભળાટ મચી ગયો છે.

પોલીસના જણાવ્યાં મુજબ મહારાષ્ટ્રના હિંગુલી જિલ્લાના અખાડા બાલાપુરના કલમનુરી ખાતે રહેતા મારૂતિ ગણપતરાવ મરાઠા નાંદેર માળા ટ્રાન્સપોર્ટ કંપનીમાં ડ્રાઇવર તરીકે ફરજ બજાવે છે. તા.૩૧-૧૨-૧૧ના રોજ રાત્રે તેઓ ટ્રક નંબર એમ.એચ.૨૬.એચ.૬૭૧૪માં મહારાષ્ટ્રના નંદગાવથી કપાસ ભરી રાજકોટ જવા રવાના થયાં હતાં. તેઓની સાથે બીજા ચાલક તરીકે સંતોષ કદમ પણ સાથે હતો.

તેઓ તા.૧-૧-૧૨ના રોજ રાત્રિના બે વાગ્યાના સુમારે નેશનલ હાઇવે નંબર આઠ ઉપર સામરખા ચોકડી થઇ બોરીઆવી તરફ આગળ વધી રહ્યાં હતાં. દરમિયાન બોરીઆવી મોટી નહેર પાસે એક ઇસમે ટોર્ચનો પ્રકાશ મારી ટ્રકને રોકાવાનો ઇશારો કરતાં મારૂતિએ ટ્રક ઊભી રાખી હતી. ટોર્ચ મારનારાં ઇસમે મારૂતિને નીચે ઊતાર્યો હતો. એ દરમિયાન બીજા એક ઇસમે ત્યાં આવી મારૂતિને પકડી લીધો હતો.

આ બંને ઇસમોએ મારૂતિને ઉંચકી બાજુની ગટરમાં લઇ ગયાં હતાં. જ્યાં બીજા બે ઇસમો સાથે મળી કુલ ચાર લૂંટારાઓએ લાકડાના દંડાથી માર મારી ખિસ્સામાંથી ૬ હજાર રૂપિયા રોકડા તેમજ મોબાઇલ લઇ લીધો હતો.
બાદમાં બે ઇસમોએ ટ્રકની અંદર સૂઇ રહેલા સંતોષ કદમને પણ ઉંચકી ગટરમાં લાવી તેને પણ માર માર્યા બાદ બંનેના હાથપગ બાંધી દીધાં હતાં. એક ઇસમ ફરીથી રોડ ઉપર આવી ટોર્ચ બતાવી અન્ય બે ટ્રકને ઊભી રખાવી હતી. જેમાં એક ટ્રકના ચાલક શ્રીરામ અખાડેને ઉંચકી ગટરમાં લાવી માર મારી તેની પાસેથી ૨૫ હજાર રૂપિયા અને મોબાઇલની લૂંટ ચલાવી હતી.

જોકે, આ ત્રણેય જણાએ બૂમાબૂમ કરતાં ચારેય લૂંટારા ત્યાંથી ખેતરાળુ માર્ગે પલાયન થઇ ગયાં હતાં. બાદમાં આ લોકો રોડ ઉપર આવ્યાં હતાં. જ્યાં કોઇની મદદથી ૧૦૮ને બોલાવી હોસ્પિટલમાં સારવાર માટે પહોંચ્યાં હતાં. આ બનાવ અંગે આણંદ રૂરલ પોલીસે મારૂતિ ગણપતરાવ મરાઠાની ફરિયાદ આધારે ચાર અજાણ્યા ઇસમો સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
10 + 8


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.