Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Anand >> Napad Vanta Double Murder Case Devang On Remand

નાપાડ વાંટાનાં ડબલ મર્ડર કેસમાં દેવાંગ રિમાન્ડ પર

Bhaskar News, Anand | Jun 30, 2012, 01:33AM IST
 
 

ઢોલિયાનાં સાગરિતની પુછપરછમાં વધુ નામ ખુલવાની શક્યતાં

આણંદ તાલુકાના નાપાડ વાંટાના બે ભાઇઓના અપહરણ બાદ હત્યા કરી લાશ કેનાલમાં નાખી દેવાના બનાવમાં ઝડપાયેલ અમદાવાદના દેવાંગ ભટ્ટના ત્રણ દિવસના રિમાન્ડ મેળવી આણંદ રૂરલ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આણંદ રૂરલ પોલીસ સબ ઇન્સપેક્ટર એમ.સી.તાવિયાડના જણાવ્યાં મુજબ ‘સાડા ચારેક વર્ષ ઉપરનાપાડ વાંટા ગામેથી ઇકબાલ નારસીંગ રાઠોડ અને તેનાભાઇ નજીરનું અપહરણ કરી હત્યા કરવાના ગુનામાં વોન્ટેડ થામણાના જીગર ઉર્ફે ઢોલિયો ઉર્ફે સરકાર સતીષભાઇ પટેલના રિમાન્ડ મેળવી પુછપરછ શરૂ કરી હતી.

જેમાં બંને ભાઇઓના અપહરણ કરવામાં અમદાવાદનો દેવાંગ ભટ્ટ પણ સામેલ હોવાની કબુલાત કરતાં શુક્રવારે દેવાંગની અમદાવાદથી અટકાયત કરવામાં આવી હતી. દેવાંગ ભટ્ટે કારનું શુ કર્યું તેમજ અપહરણ અને હત્યાના આ બનાવમાં તેની અને તેના મિત્રોની કેવી ભૂમિકા છે ? વગેરે બાબતની તપાસ માટે શુક્રવારે તેને કોર્ટમાં રજુ કરી રિમાન્ડ સોમવાર સુધીના રિમાન્ડ મેળવવામાં આવ્યાં છે. રિમાન્ડ દરમિયાન જીગર અને દેવાંગને સાથ આપવામાં અનેક નામ ખુલે તેવી શક્યતાં છે.’

જીગર એક માસ પૂર્વે દિલ્હીથી આવ્યો હતો

સૂત્રોના જણાવ્યાં મુજબ બેવડી હત્યાનો ગુનો નોંધાયા બાદ જીગર પટેલનું નામ ખુલતાં તે કેન્યા ચાલ્યો ગયો હતો. કેન્યાથી થોડા સમય અગાઉ તે ભારત આવ્યો હતો. ભારતમાં આવી તે મદ્રાસમાં રહેતો હતો. મદ્રાસ બાદ તે દિલ્હી રહેવા ચાલ્યો ગયો હતો. જોકે, પોલીસે જીગરના ઘરના સભ્યોના ફોન ટ્રેસ કર્યા હતાં. જેમાં એકના એક નંબર ઉપરથી વારંવાર ફોન આવતાં હોઇ આ ફોન નંબરની તપાસ કરવામાં આવી હતી.

જેમાં જીગર પટેલ આ ફોન વાપરતો હોવાનું બહાર આવ્યું હતું. દરમિયાન તેનું લોકેશન જાણવા માટે મોબાઇલ કંપનીમાં તેનો ફોન ટ્રેસ કરવા મૂક્યો હતો. જેમાં એક માસ અગાઉ તે આણંદ વિસ્તારમાં આવ્યો હતો. જીગરનું લોકેશન મોટાભાગે રાત્રિના સમયે બાકરોલ રોડ ઉપર જોવા મળતું હતું. દરમિયાન જે દિવસે જીગર પકડાયો તે દિવસે તેનું લોકેશન બાકરોલ રોડ ઉપર જણાતાં વોચ ગોઠવી તેને ઝડપી લેવામાં આવ્યો હતો.
 
 
 

Your Opinion
 
 
Code:
6 + 1

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment