-વૃક્ષો છેલ્લા કેટલાય સમયથી કિંટગ કરવામાં આવ્યા ન હોવાથી નમી ગયા
નડિયાદ-મહુધા રોડ પર આવેલા વૃક્ષો છેલ્લા કેટલાય સમયથી કિંટગ કરવામાં આવ્યા ન હોવાથી નમી ગયા છે. અવરજવર કરતાં વાહન ચાલકોને પણ ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. માર્ગ અકસ્માતની શક્યતા વધુ પ્રબળ બની છે. ભારે વાહનો પસાર થાય છે ત્યારે નમી ગયેલાં વૃક્ષોની ડાળીઓ અથડાતાં જમીન પર તૂટી પડે છે અને પાછળથી આવતાં વાહનોને અકસ્માત થવાનો ભય સતાવે છે. તંત્ર દ્વારા આ બાબતે યોગ્ય પગલાં ભરાય તેવી પંથકમાં માંગ ઉઠી છે.