ગોધરા શહેરમાં અલગ અલગ સ્થળ ઉપરથી વધુ બે મોટર સાઇકલ ચોરતા વાહન માલિકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. બનાવ સંદર્ભે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ પાસેથી પ્રથમ બનાવની મળતી માહિતી ગોધરા શહેરના દ્વારાકાનગર સોસાયટીમાં રહેતા જયપાલ સિંહ પ્રવિણસિંહ સોલંકીએ પોતાની મોટર સાઇકલને મકન કુવા પાસે પાર્ક કરી મુકી રાખી હતી. આ દરમિયાન કોઇ વાહન ઉઠાવગીર દ્વારા બાઇકની ચોરી કરી પલાયન થઇ ગયા હતા.
બીજા બનાવમાં ગોધરા શહેરના હિલપાર્ક સોસાયટીમાં રહેતા અફતાબ કયુબ શેખ પોતાની મોટર સાઇકલને નુરમંહમદી મસ્જિદ સામે પાર્ક કરી હતી. ત્યારે કોઇ તસ્કર દ્વારા મોટર સાઇકલની ચોરી કરવામાં આવી હતી. બનાવ સંદર્ભે પોલીસે ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. દિનપ્રતિદિન વધતા વાહન ચોરીના બનાવથી અન્ય વાહન માલિકોમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. છેલ્લા કેટલાક સમયથી પંચમહાલમાં ગુનાખોરીનું પ્રમાણ વધી જવા પામ્યું છે.