રાહુલ બાબા, કોંગ્રેસ વિખેરી ગાંધીજીનું સપનું સાકાર કરો: મોદી

રાહુલ પર મોદીના આકરા ચાબખા: ઈતિહાસના સાંધા જડતા નથી ને સમજાવવા નીકળ્યાં
ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ ધોળકામાં કરેલા પોતાના પ્રવચનમાં રાહુલ ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે રાહુલ ગાંધીએ આજે ગુજરાતમાં આપેલા પ્રવચનને ટાંકી તેની મુદ્દાવાર ઝાટકણી કાઢી હતી. મોદીએ પોતાની આગવી શૈલીમાં લહેકાભેર રજૂઆત કરતા લોકો હસી હસીને લોટપોટ થઈ ગયા હતા.
મોદીએ જણાવ્યું હતું કે, સોનિયા ગાંધી પોતાના સાસુ અહીં આવ્યા હોવાનું કહી દક્ષીણ ગુજરાતમાં મત આપવાની અપીલ કરી ગયા. સાસુ આવ્યા હોવાથી મતની માગણી કરવી એ તો કંઈ ચૂંટણીનો મુદ્દો છે? આજે રાહુલ બાબા પધાર્યા છે. હવે જે ઘરમાં વડીલો ભુલો કરતા હોય ત્યાં છોકરાઓ તો શું ન કરે? જો વડીલોની આ દશા હોય તો છોકરાઓનું શું થાય? જે મનમોહનસિંહ કરી ગયા, જે સોનિયા ગાંધી કરી ગયા તે જ રાહુલ ગાંધીએ કર્યુ તેમ કહીને મોદીએ રાહુલ ગાંધી પર કટાક્ષના તાતાતીર વરસાવ્યા હતા.
મોદીના રાહુલ પરના કટાક્ષબાણો વાંચવા આગળ ક્લિક કરો...






