Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Vadodara
 

નવરાત્રિથી દિવાળી સુધી સરકારી ખેલ મહાકુંભ

 
Source: Bhaskar News, Vadodara   |   Last Updated 3:11 AM [IST](01/09/2010)
 
 
 
 
 
જિલ્લા પંચાયત બેઠકદીઠ ટીમની રચના કરશે : રાજ્યકક્ષાની સ્પર્ધા માટે પંદર રમતોની પસંદગી

ગુજરાત રાજ્ય સ્વર્ણિમ વર્ષ ઉજવી રહ્યું છે ત્યારે મુખ્યમંત્રીના માર્ગદર્શન હેઠળ રમતગમતનો વિરાટ કાર્યક્રમ ‘ખેલ મહાકુંભ ૨૦૧૦’ નવરાત્રિ થી દિવાળીના દિવસો દરમિયાન યોજાનાર છે. ખાસ કરીને, સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીઓ ટાણે જ ખેલ મહાકુંભનું આયોજનથી ભારે ઉત્તેજના ફેલાઇ ગઇ છે.

રાજ્યના નાના ગામડામાં વસતી પ્રજા રમત પ્રત્યે સારો અભિગમ દાખવે અને પોતાની સુષુ’ શક્તિને બહાર લાવી ગુજરાતનું નામ વિશ્વભરમાં ઝળહળે તે માટે રાજ્ય સરકારે મુખ્યમંત્રી મોદીના માર્ગદર્શન હેઠળ રમતગમતનો વિરાટ કાર્યક્રમ ખેલ મહાકુંભનું આયોજન કર્યું છે. આ સ્પર્ધા સાંધિક અને વ્યક્તિગત એમ બે વિભાગોમાં યોજાશે. જેમાં, ગ્રામ્ય કક્ષાથી માંડીને રાજ્યસ્તરે સ્પર્ધા યોજાશે.

આ સ્પર્ધામાં, ખેલાડીઓ ઉપરાંત કોચ, મેનેજર, આયોજકો, પંચો, શિક્ષકો, આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ, તજજ્ઞો, નિવૃત્ત રમતવીરો, એવોર્ડ વિજેતા સહિત ૧૦ થી ૧૧ લાખ જેટલું યુવાધન સહભાગી બનશે.

આ સ્પર્ધાની વિશેષ જાણકારી માટે જિલ્લા કક્ષાની આયોજન સમિતિ માટે જિલ્લા કલેક્ટર, જિલ્લા વિકાસ અધિકારી, પસંદગી સમિતિ માટે કલેક્ટર, તાલુકા કક્ષાની આયોજન સમિતિ માટે મામલતદાર, પંચાયત બેઠક કક્ષાની આયોજન પસંદગી સમિતિ માટે નાયબ મામલતદાર-વિસ્તરણ અધિકારી, નગરપાલિકા કક્ષાની સમિતિ માટે ચીફ ઓફિસર અને મહાનગર પાલિકાની સમિતિ માટે નાયબ મ્યુ.કમિ.ને નિયુક્ત કરાયા છે.

ખેલ મહાકુંભ-૨૦૧૦ માટે જિલ્લા પંચાયત બેઠક દીઠ-ગામની બે ટીમની રચના કરાશે અને આ ટીમ ગ્રામસભા નક્કી કરશે. ગ્રામ્યકક્ષાના વિજેતા ટીમોની તાલુકા કક્ષાએ સ્પર્ધા યોજાશે અને તેની સ્પર્ધા જિલ્લા કક્ષાએ યોજાશે. જેના વિજેતા ટીમોની રાજ્ય કક્ષાએ સ્પર્ધા યોજાશે.

ખાસ કરીને, નવી વિકાસ પામી રહેલી રમતોનું નિદર્શન રાજ્યકક્ષાએ યોજવાની વિચારણા છે. જેમાં તલવારબાજી, કિક બોક્સિંગ, ટેકવોન્ડો (માર્શલ આર્ટ)નો સમાવેશ થાય છે. આ રમતો માટે આઠથી ૧૬ વર્ષનું જુથ અને ૧૬ વર્ષથી ઉપરના ભાઇ-બહેનો એમ બે વયજુથ નક્કી કરવામાં આવશે. આ આયોજન માટે જનભાગીદારી પણ મેળવાશે.

ચૂંટણી કરશે કે ખેલ મહાકુંભ?

વડોદરા સહિત રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળા પૂરા થઇ ગયા છે ત્યારે હવે રહી રહીને તેમાં ખેલ મહાકુંભની પ્રસિદ્ધિ કરવા સરકારી આદેશો જારી કરવામાં આવ્યા હોવાનું જાણવા મળે છે. મોડે મોડેજાગેલું સરકારી તંત્ર આગામી દિવસોમાં ચૂંટણી કરશે કે પછી ખેલ મહાકુંભ કરશે તેને લઇને પણ અનેક જાતની અટકળો વહેતી થઇ છે.

કઇ કઇ રમતોની સ્પર્ધા ?

રાજ્ય કક્ષા : તીરંદાજી, એથ્લેટિકસ, બેડમિન્ટન, બાસ્કેટ બોલ, તરણ, શતરંજ, ફૂટબોલ, જુડો, ટેબલ ટેનિસ, સ્કેટિંગ, કબડ્ડી, ખોખો, કુસ્તી, યોગ, વોલીબોલ
જિલ્લા કક્ષા : મલખમ, યોગ, દોરડાનો યોગ, જિમ્નાસ્ટિકસ, બીચ ફૂટબોલ, બીચ વોલીબોલ (વિચારણા)
તાલુકા કક્ષા : એથ્લેટિક્સ, કબડ્ડી, ખોખો, વોલીબોલ(વિચારણા હેઠળ)
વિકલાંગ ખેલાડી માટે : રાજ્યકક્ષાએ ટ્રાયસિકલ રેસ, મહિલા ક્રિકેટ, વોલીબોલ, બોસી, એથ્લેટિકસ (વિચારણા હેઠળ)
 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
7 + 7


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.