Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> nadiad
 

માંકવા પંચાયતની ચૂંટણીને મતદારયાદીમાં છબરડાંનું ગ્રહણ

 
Source: Bhaskar News, Nadiad   |   Last Updated 10:05 PM [IST](17/12/2011)
 
 
 
 
Advertisement
 
મહેમદાવાદ તાલુકાના માંકવા ગામમાં સુધારેલી મતદારયાદી અંગેની કોઈ જ નોટિસ મૂકવામાં આવી નોહતી, જેથી માંકવા ગામના મતદારોએ વોર્ડ નં.૨,૭ અને ૮ની ચૂંટણી મોકૂફ રાખવામાં આવે તેવી રજુઆત ચૂંટણી અધિકારીને કરી છે. મતદારયાદી માંગવા છતાં મતદારોને જુની મતદારયાદી આપવામાં આવી હતી અને નવી મતદારયાદી આપવામાં આવી નહતી. જેના કારણે મતદારો અને ઉમેદવારોએ આ અંગેનો વિરોધ કર્યો હતો.

આ અંગેની વધુ માહિતી આપતાં ઉમેદવારોએ આક્ષેપ કરતાં જણાવ્યું હતું કે ‘માંકવા ગ્રામપંચાયતની વોર્ડ નં.૨,૭ અને ૮ના મતદારોના ખોટી રીતે નામો કમી કરી અન્ય યાદીઓમાં સમાવી દીધાં છે. બીજા વોર્ડના મતદારો મતદાન કરી શકે તેમ હોય તેવા મતદારોને આ વોર્ડમાં સમાવવામાં આવ્યાં છે. ચોંકાવનારી બાબતો તો એ છે કે, મતદારયાદી શાખામાં વાંધા મંગાવતી માહિતી પણ ગ્રામપંચાયતની ઓફિસમાં મૂકવામાં આવેલ નથી. તેમજ નવી મતદારયાદી પણ આપવામાં આવી નોહતી. ફોર્મ ભરવાની તારીખ ૧૦-૧૨-૨૦૧૧થી ૧૨-૧૨-૧૧ સુધી હતી, પરંતુ ત્યાં સુધી ઉમેદવારી નોંધાવનારાંને નવી મતદારયાદી આપવામાં ન આવતાં ભારે હોબાળો થયો હતો.’

સ્થાનિક તલાટી કમ મંત્રી દ્વારા ખોટી રીતે નામોની ફેરબદલી કરી દીધાં હોવાનો આક્ષેપ પણ લોકોએ કર્યો હતો.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
1 + 7


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  
 


Group Sites: Dailybhaskar.com|Dainikbhaskar.com|Divya Marathi|Business Bhaskar|MyFM

Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.