- ક્લબ-રિસોર્ટમાં ૧૨ સ્થળે ૯૦૦ કરોડનું મૂડીરોકાણ થશે
- અમદાવાદ પાસે મેડિકલ પાર્ક બનાવવા મુંબઈની કંપની નાણાં રોકશે
- ગીરના અભયારણ્ય વિસ્તારમાં પણ રિસોર્ટ માટે મંજુરી મગાઈ
- વાપી, દહેજ, અમદાવાદ, ગાંધીનગરમાં છ બિઝનેસ હોટેલ બનશે
ખુશ્બુ ગુજરાત કી ફેઇમ અમિતાભ બચ્ચન ઇમ્પેક્ટ પછી ગુજરાતમાં પ્રવાસીઓના વધતા ધસારાનો લાભ લેવા માટે પ્રવાસન ઉદ્યોગ કંપનીઓ રાજ્યમાં મોટાપાયે રોકાણ કરવા આતુર બની છે. વાઇબ્રન્ટ સમીટ અંતર્ગત ગુજરાતના હાઇવે અને સેન્ચુરી વિસ્તારમાં લકઝુરિયસ રિસોર્ટ માટેની સંખ્યાબંધ દરખાસ્તો મળી છે.
છેલ્લા એક સપ્તાહમાં મળેલી ૧૨ દરખાસ્તોમાં ૯૦૦ કરોડનું મૂડીરોકાણ કરવાની કંપનીઓએ તૈયારી બતાવી છે. કેટલાક સ્થળે રિસોર્ટની સાથે રેસિડેન્સિયલ સ્કીમ પણ દર્શાવવામાં આવી છે. જુનાગઢના ગીર અભ્યારણ્ય વિસ્તારમાં પણ રિસોર્ટ સ્થાપવા માટે મંજુરી માગવામાં આવી છે.