આણંદમાં ખંડણી માટે અપહરણ કરનાર ચારેય આરોપી છઢ્ઢી સપ્ટે. સુધી રિમાન્ડ પર .
આ અંગે પોલીસ ઈન્સ્પેકટર ધનંજયસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે, ‘આણંદ શહેરની ઠક્કરવાડીની પાછળ આવેલા અખંડ-આનંદ બંગલામાં રહેતા અને જવેલર્સની દુકાન ધરાવતા યોગેશભાઈ સોનીનો છ વર્ષના પુત્ર હર્ષનું ગત તા.૩૧મી ઓગસ્ટે અપહરણ થયું હતું. અપહરણકર્તાઓ તેને કારમાં ઉઠાવી ગયા હતા.
બાદમાં તેઓએ રૂ.૪૦ની લાખની ખંડણી યોગેશભાઈ પાસેથી માંગી હતી. આ બાબતે પોલીસને જાણ કરતાં જિલ્લા પોલીસ વડા એ.કે. જાડેજાની સુચના અને માર્ગદર્શન અનુસાર ચારેક ટીમ કાર્યરત થઈ હતી. આ બાબતની જાણ અપહરણકર્તાઓને થતાં તેઓએ હર્ષને વિદ્યાનગર રોડ પર જ છોડી મુકયો હતો. બીજી તરફ અપહરણકર્તા અને યોગેશભાઈની વાતચીતના આધારે પોલીસે તેમને ટ્રેસ કરી અજય સુરેશભાઈ વસાવા, રૂપેશ સુરેશભાઈ વસાવા, અક્ષય ઉર્ફે લાલુ રમેશ વસાવા, આકાશ ઉર્ફે અક્કુ નિરવભાઈ વસાવાની ધરપકડ કરી હતી.
આ સમગ્ર અપહરણકાંડનું કાવતરૂ પૂર્વ આયોજીત હોવાથી વધુ વિગતો મેળવવા પોલીસે તેમના તા.છઢ્ઢી સુધીના રિમાન્ડ મેળવ્યાં છે. જેમાં તેમની પ્રાથમિક પુછપરછમાં તેઓએ એક મહિના પહેલા જ સમગ્ર યોજના તૈયાર કરી હોવાની કબુલાત પણ કરી હતી. જેમાં તેઓએ ગત તા.૨૧મી ઓગસ્ટે વડોદરા પાસેના પોર ગામેથી સીમકાર્ડ ખરીધ્યાં હતાં. જે અપહરણના ફ્લોપ શો બાદ તેઓએ ચખિોદરા ચોકડીથી વઘાસી રોડ તરફ ક્યાંક ફેંકી દીધાની કબુલાત કરી હતી. આ કબુલાત આધારે પોલીસે પુરાવાના નાશની કલમનો ઉમેરો કર્યો હતો. ’ચોરીના દસ્તાવેજોથી સીમકાર્ડ ખરીદી !
પોલીસ ઈન્સ્પેકટર ડી.એસ. વાઘેલાએ જણાવ્યું હતું કે, અપહરણના કાવતરાંમાં ચારેય પહેલેથી જ સભાન હતાં. તેઓએ મોબાઈલ નંબર પરથી પોતાની ઓળખ ન થાય તે માટે કપડવંજ નગરના જોષી ફળીયામાં રહેતા જયોત્સનાબેન ચંદ્રદેવ જોશીના નામના દસ્તાવોજોની ચોરી કરી બે સીમકાર્ડ ખરીધ્યાં હતાં.