અખંડ ભારતના શિલ્પી સરદાર પટેલ પ્રત્યેના પૂર્વગ્રહના કારણે આજે પણ કાશ્મીરનો પ્રશ્ન સળગતો રહ્યો છે તેવી ટકોર પૂર્વ કેબિનેટ મંત્રી નલિન ભટ્ટે કરી હતી.
રાજ્યના માજી મંત્રી નલિન ભટ્ટે જણાવ્યું હતું કે, ૧૯૪૭માં ભારતની આઝાદી બાદ પણ અસ્પષ્ટ રહેલા વાતાવરણમાં હજુ લોર્ડ માઉન્ટબેટન ભારતના વાઇસરોય હતા અને બીજી બાજુ કાશ્મીર પચાવી પાડવા પાકિસ્તાની સૈન્યએ કબાલીઓના વેશમાં કાશ્મીર ઉપર હુમલો કર્યો હતો. જેથી સરદારના માર્ગદર્શન હેઠળ ઓપરેશન એરલફિટ શરૂ થયું હતું પણ એકા એક વડાપ્રધાન પંડિત જવાહરલાલ નેહરુએ કાશ્મીર પ્રશ્ન પોતાના હસ્તક લીધો અને સીઝફાયરનો હુકમ કર્યો હતો.
કાશ્મીર અંગે સારી રીતે કામ કરવા દીધું હોત તો કાશ્મીર પ્રશ્ન જેવુ કાંઇ જ ન હોત તેવું સરદારે ભગ્ન હૃદયે કરેલી વાત સાચી પડી રહી છે આજે સૈયદઅલી ગિલાની કે અરુંધતી રોય જેવા કાશ્મીર પ્રશ્ને દેશદ્રોહી ભડકાઉ ભાષણ કરનારાઓનું અસ્તિત્વ જ ના હોત!
કોંગ્રેસ તો હજુ પણ ગિલાની અને અરુંધતી રોય વિરુદ્ધ દેશદ્રોહની ઇપીકોની કલમ ૧૨૪ નહીં લગાવીને કાનૂની કાર્યવાહીનો ઇન્કાર કરે છે ત્યારે સવિશેષ થાય છે કે, જો આજે સરદાર હયાત હોત તો?