- કપડવંજમાં દાઉદી વ્હોરા સમાજ દ્વારા સેવાયજ્ઞ
- પાંચ અંધ દરદીને કેરટોપ્લાસ્ટિ માટે મુંબઈ મોકવલા પ્રયત્ન
દાઉદી વ્હોરા સમાજ રોટરેકટ ક્લબ મુંબઇ ડાઉન-ટાઉન અને લાયન્સ ક્લબ કપડવંજ દ્વારા મોનાબહેન પારેખ આઇ હોસ્પિટલ સાથે નિ:શુલ્ક નેત્ર યજ્ઞનો કાર્યક્રમ યોજાયો હતો. આ યજ્ઞનો લાભ ૧૦૦૦ દરદીએ લીધો હતો. ૨૨૦ દરદીને નિ:શુલ્ક શસ્ત્રક્રિયા કરીને નેત્રમણી મુકી આપવામાં આવ્યા હતા. ૮ ફેબ્રુઆરીના રોજ આરંભાયેલ આ યજ્ઞનું સમાપન ૧૨મીએ બપોરે ૧૨ કલાકે થશે.
આ પ્રસંગે ડૉ.એફ.જે.ગોહિલ, ડૉ.હરિશ કુડલીયા, પુનિત કે.ભટ્ટ વગેરે ઉપસ્થિત રહેશે. કાર્યક્રમના પ્રારંભે ફખરીભાઇ સાબુવાલા, ધર્મગુરૂ રંગવાલાભાઇ સાહેબે ધર્મગુરૂ ડૉ.સૈયદના સાહેબની ૧૦૧મી વર્ષ ગાંઠ નિમિત્તે આ પ્રકારના માનવતાવાદી કાર્યો યોજીને એકતાનું સુંદર ઉદાહરણ પૂરું પાડવાની મહેચ્છા વ્યક્ત કરી હતી. આ કેમ્પમાં પાંચ અંધ દરદીને કોઇપણ ખર્ચ વિના મુંબઇ લઇને કેરેટોપ્લાસ્ટી કરાવીને નવી આંખની રોશની મળે તેવા પ્રયત્નો પણ કરવામાં આવ્યા છે, તેવું અબુલી સોડાવાલાએ જણાવ્યું હતું. આ પ્રસંગે જહેરભાઇ મર્ચન્ટ, નગરપ્રમુખ અર્પણાબહેન પટેલ સહિત શહેરનાં અગ્રણીઓએ ઉપસ્થિત રહીને કાર્યક્રમને સફળ બનાવવા ભારે જહેમત ઊઠાવી હતી.
નાના બાળકની બંને આંખના મોતિયા ઉતાર્યા
ડૉ.મુસ્તુફા પારેખ અને ડૉ.હરિશ કુડતિયાએ જણાવ્યું હતું કે ‘આ કેમ્પમાં બાર વર્ષના એક બાળકની બંને આંખે મોતિયો હતો. તેની બંને આંખે શસ્ત્રક્રિયા કરાઇ હતી. આ બાળકને નવી રોશની મળતાંપરિવારમાં આનંદ વ્યાપી ગયો હતો. બે ભિક્ષુકોને પણ સમજાવીને મોતિયાની શસ્ત્રક્રિયા કરાઇ હતી.