Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar >> Kalol Murder Two Arrested

કલોલ પાસે યુવકની હત્યા કરનારા બે ઝડપાયા

Bhaskar News, Kalol | Jul 01, 2012, 00:52AM IST
 
 

કલોલ પાસે રણછોડપુરા જવાના રસ્તે યુવાનની ઘાતકી હત્યા કરી હત્યારા લાશ ફેંકી ફરાર થઇ ગયા હતા ત્યારબાદ પોલીસે હત્યા અંગે ઝીણવટભરી તપાસ હાથ ધરી હત્યા કરનાર બે શખસોને ઝબ્બે કરી લીધા હતા જ્યારે હત્યા કરનાર મુખ્ય સુત્રધાર ફરાર થઇ ગયો હોઇ તેને ઝડપી લેવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

સાંતેજ ગામે રહેતા બિપીન નામના યુવાને કલોલના રણછોડપુરા ગામ પાસે રસ્તા પર તિક્ષ્ણ હથિયારના ઘા મારી તેમજ બોથડ પદાર્થના ઘા મારી ક્રુર હત્યા કરેલી લાશ મળી આવતા આસપાસમાં ચકચાર મચી ગઇ હતી પોલીસે આ બાબતે હત્યાનો ગુનો દાખલ કરી ઝીણવટભરી તપાસ હાથ ધરી હતી જેમા બાતમી મળી હતી કે સાતેજ કેનાલ પાસે પડેલ બિનવારસી બાઇક લેવા બે યુવકો આવવાના છે તે બાતમીના આધારે પોલીસે બાઇક લેવા આવેલા બે યુવાનોને ઝબ્બે કરી લઇ તેની હત્યા બાબતે પુછપરછ હાથ ધરતા તેઓએ બિપીનની હત્યા કરી હોવાનુ કબુલ કર્યુ હતુ.

તેમણે પોલીસને જણાવેલ કે બિપીન સારી નોકરી કરતો હોઇ તેના ખાતામાં વધારે પૈસા છે તેમ જાણી બિપીનની હત્યા કરી તેના ખાતામાં રહેલ પૈસા કાઢી લેવાનુ નક્કી કર્યુ હતુ તે રાત્રે મદન બિપીનના ઘરે જઇ તેને બાઇક પાછળ બેસાડી રણછોડપુરાથી ભાડજ જવાના સુમસામ રસ્તો આવતા બાઇક ઉભુ રખાવી નીચે ઉતરી અનીલે પાઇપ વડે બિપીનના માથામાં ફટકા માર્યા હતા તેમજ મદને ગળામાં છરી મારી મોતને ઘાટ ઉતારી દીધો હતો પોલીસે હત્યા કરનાર ચૌહાણ અનીલકુમાર વિરબહાદુર(રહે. હાલ સાંતેજ) તથા યાદવ મદનકુમાર લાલબચ્ચાની ધરપકડ કરી ફરાર થયેલા અન્ય આરોપીને પકડવા તજવીજ હાથ ધરી છે.

પલીયડમાં દીવો ઓલવતા યુવક દાઝ્યો

કલોલ નજીક આવેલ પલીયડ વેડા ગામે રહેતો પૂનમભાઇ રમેશભાઇ પરમાર (ઉ.વ.૨૧) પોતાના ઘરે દિવો ઓલવવા જતા એકાએક શરીરે ગંભીર રીતે દાઝી ગયો હતો જેને તાત્કાલીક સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો જયાં પ્રાથમિક સારવાર કરી વધુ સારવાર માટે યુવાનને અમદાવાદની સીવીલ હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે બનાવ અંગે પોલીસે જાણવા જોગ નોધ કરી વધુ તપાસ હાથ ધરી છે.
 
 
 

Your Opinion
 
 
Code:
7 + 8

 
Ad Link
Advertisement
Sabse Bada Match Fixer Contest
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment