Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Recipes >> International Recipes
 

જાપાનીઝ ફૂડનો સ્વાદ હવે અમદાવાદમાં

 
Source: Falguni Darji, Ahmedabad   |   Last Updated 6:51 PM [IST](27/09/2010)
 
 
 
 
 

આ શહેર દર વખતે નવો સ્વાદ અને નવી વેરાઇટી માટે તત્પર હોય છે, આ કારણે જ હોટેલ ગ્રાન્ડ ભગવતી ખાતે જાપાનીઝ ફૂડ ફેસ્ટિવલનું આયોજન કરવામાં આવ્યું છે. આજથી શરૂ થયેલો આ ફેસ્ટિવલ ૩૦ ઓગસ્ટ સુધી ચાલશે. સાંજે ૭ વાગ્યાથી ૧૧ વાગ્યા સુધી જાપાનીઝ ફૂડનો આનંદ માણી શકાશે.

આ ફેસ્ટિવલ અંગે ગ્રાન્ડ ભગવતીના સી.એમ.ડી નરેન્દ્રભાઇ સોમાણીએ જણાવ્યું કે, અમે દર વખતે કંઇક નવું કરીએ છીએ. જાપાનીઝ ફૂડ ફેસ્ટિવલ અત્યાર સુધી કોઇ પણ જગ્યાએ નથી કરવામાં આવ્યો તેથી અમે આ ફૂડ ફેસ્ટિવલ યોજવાનું નક્કી કર્યું. અમે દરેક વસ્તુ વેજિટેરિયન બનાવીશું.

જાપાનીઝ ફૂડ વિશે માહિતી આપતા મેનેજર સુરીલ ઉદેશીએ જણાવ્યું કે, સુશી જાપાનનું પ્રખ્યાત ફૂડ છે. મૂળભૂત રીતે ‘સુશી’ નોનવેજ આઇટમ છે, પણ અમે આ ફૂડને વેજિટેરિયન બનાવ્યું છે.

જાપાનીઝ શેફ દ્વારા અપાઇ ટ્રેનિંગ

આ માટે ખાસ બે મહિના જાપાનીઝ શેફ દ્વારા સંજય બોરા, અફઝલ અને મહેન્દ્ર શેફને ટ્રેનિંગ આપવામાં આવી હતી. બે મહિના દરમિયાન જાપાનીઝ ભાષા અને જાપાનીઝ વસ્તુઓ વિશે સમજયા હતા. એક્સપરીમેન્ટ કર્યા પછી અમે વાનગીઓ બનાવી શક્યા છીએ.

જાપાનીઝ ફૂડ ફેસ્ટિવલની વિશેષતા :

આ ફૂડ ફેસ્ટિવલમાં જાપાનનું ટ્રેડશિનલ ફૂડ સુશી, તેપનયાકી, સકુરા બાઉલ પીરસવામાં આવશે. હોટેલનું ડેકોરેશન પણ જાપાનીઝ રીતે કરવામાં આવ્યું છે.

મેનુ પણ ટિપિકલ જાપાનીઝ હાથપંખા જેવા આકારમાં બનાવવામાં આવ્યું છે.

દરેક વસ્તુ વેજિટેરિયન બનાવવામાં આવી છે પણ તેનો ટેસ્ટ તો જાપાનીઝ જ રાખવામાં આવ્યો છે.

વેઇટર પણ જાપાનનો ટ્રેડિશનલ પોશાક કિમો ડ્રેસ પહેરશે.


 
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
5 + 10


 
Advertisement
 
Valentines-Day
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 
 
 
 
|  
|  




Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.