અત્યાર સુધી મેટ્રો શહેરમાં ફ્રી હગ કેમ્પેઈન થયા હતા, શહેરમાં પ્રથમ વખત આયોજન
મુન્નાભાઇ એમ.બી.બી.એસ. ફિલ્મમાં જ્યારે મુન્ના હોસ્પિટલનાં પોતું લગાવનાર પટાવાળાને જાદુની ઝપ્પી આપે છે, ત્યારે જે તેનાં ચહેરાં પર મુસકરાહટ છવાઇ જાય છે. કોઇ પણ પ્રકારનાં ભેદભાવ વગર કોઇને પણ ઇમ્પોર્ટન્સ અને ઇમોશનને ફિલ કરાવવા માટે જાદુ કી ઝપ્પી આપવા માટે શહેરમાં ‘ફ્રી હગ કેમ્પેઇન’ યોજાયો હતો.
આ ઇવેન્ટને રિવર સાઇડ સ્કૂલનાં ટીચર વિશ્વા શ્રીવાસ્તવે યોજી હતી. આજકાલ સમાજમાં લોકો ખૂબ જ ઇન્ડિવિઝ્યુઅલ બની ગયાં છે. લોકો એકબીજાથી સ્ટ્રેન્જર બની ગયાં છે. વેલેન્ટાઇન્સ ડે નજીક આવી રહ્યો છે, ત્યારે ‘સ્પ્રેડ લવ’નાં હેતુથી યોજાયેલી આ ઇવેન્ટ સેપ્ટ યુનિવિસeટીનાં કેફેટેરિયાથી શરૂ થઇ શહેરની દરેક યુનિવિસeટીમાં ગયાં હતાં. ઇવેન્ટમાં ભાગ લેનાર કુલ ૧૦ લોકોમાં એક યુવતી તાઇવાન અને દિલ્હીથી પણ આવી હતી.
વળી, જેમ જેમ તેઓ આગળ વધતાં ગયાં તેમ બીજા ૪ યંગસ્ટર્સ તેમાં જોડાયાં હતાં. વેલેન્ટાઇન્સ ડે માત્ર બે વ્યક્તિનાં પ્રેમની વાત નથી તેમ જણાવતાં વિશ્વાએ કહ્યું હતું કે, મેં અગાઉ આ આઇડિયાનો વિચાર કર્યો હતો, પરંતુ મેં વિચાર્યું કે આને વેલેન્ટાઇન્સ ડેનાં દસ દિવસ અગાઉ જ અમલમાં મૂકવું જોઇએ. હું માનું છું કે કોઇપણ પ્રકારનો ભેદભાવ લોકોમાં હોવો જોઇએ નહી.વળી, ફ્રી હગ માટે અમે યુવતીઓને યુવતીઓ જ હગ કરે અને યુવકોને યુવકો જ હગ કરે તેનો આગ્રહ રાખ્યો હતો. જેથી યુવતીઓની મર્યાદા જળવાઇ રહે. આ ઉપરાંત અમે ઓટોવાળા, ચાવાળા અને પોલીસ ઉપરાંત રાહદારીઓને પણ હગ આપીને સ્પ્રેડ લવનો મેસેજ ફેલાવ્યો હતો.
ભિખારીને પણ હગ કર્યું
અમે વિશ કરતાં હતાં, ત્યારે એક ભિખારીને થયું કે અમે તેને પણ કદાચ હગ કરીશું. મેં તેમને કીધું કે કાકા ચલો ગલે મિલે, તો કાકા બોલ્યાં તમે મને ગળે લગાવશો? ત્યારેે ખ્યાલ આવ્યો કે, આપણે લાગણી વ્યક્ત કરીએ ત્યારે પણ ગરીબો પોતાની જાતને તે માટે લાયક સમજતાં નથી. ફ્રી હગથી ભેદભાવ દૂર કરવો છે.’’-અંશુલ અગ્રવાલ, ડિઝાઈન ફોર ચેન્જ, મેમ્બર
ફ્રી હગનો યુનિક કિસ્સો
એક મુસ્લિમ યુવતી રોડ સાઇડ પર તેની બાઇક લઇને ઊભી હતી. તેની પાસે ગયા ત્યારે ખ્યાલ આવ્યો કે તે રડતી હતી. કેટલીક છોકરીઓ હગ કરવા માટે આવતી હોવાનું જાણીને તેણે તેમને સામેથી હગ કર્યું અને પછીથી ગ્રુપની દરેક યુવતીની આંખમાં પાણી આવી ગયાં. આ જોઇને ખબર પડી કે જાદુ કી ઝપ્પી કેટલી જરૂરી છે.’’-ડૉ.પુનિત અગ્રવાલ, એ.એમ.સી. મેડિકલ કોલેજ, જુનિયર લેકચરર