ધાર શહેરથી દરરોજ અસંખ્ય બસો ઇન્દોર, ઝાબુઆ, ગુજરાત અને રતલામ તરફ જાય છે. સાગરથી ઇન્દોર અને દાહોદથી ઝાબુઆ સુધી રેલવે લાઇનનું કામ ૨૦૧૩ સુધીમાં પૂરું થઇ જવાની આશા છે. રેલવે ટ્રાફિક સર્વિસના નિવૃત્ત અધિકારી ઇન્દોર-દાહોદ રેલવે લાઇનના સંભવિત ટ્રાફિક સર્વેના સંદર્ભમાં મળ્યા હતા.
૨૦ હજારથી વધુ પ્રવાસીઓ:
માત્ર ઇન્દોર-ધાર-ઝાબુઆ-દાહોદ-અમદાવાદ (ગુજરાત) વચ્ચે દરરોજ ૩૦૦થી વધુ બસો દોડે છે. આ બસોમાં ૨૦ હજારથી વધુ પ્રવાસીઓ મુસાફરી કરે છે.માલ-સામાન સંબંધિત માહિતી એકત્રિત કરાઇ રહી છે : પ્રવાસીઓ, જિલ્લામાં ઉત્પાદન થતી વસ્તુઓ, ફેક્ટરીનો કેટલો માલ ગુજરાત સહિત અન્ય રાજ્યોમાં ટ્રક દ્વારા જાય છે તથા સિમેન્ટ ફેક્ટરીઓમાં મોકલવામાં આવતા લાઇમસ્ટોન સંબંધિત માહિતી રેલવે વિભાગ માટે ગુજરાતના એક નિવૃત્ત વરિષ્ઠ અધિકારી એકત્રિત કરી રહ્યા છે.
હાલમાં કપાસ અને ઘઉંનું પરિવહન ટ્રક દ્વારા અથવા ઇન્દોર-ખંડવા પછી રેલવેના માધ્યમથી થાય છે. જિલ્લામાં કપાસ, ઘઉં, સોયાબીન અને મરચાંનું પુષ્કળ ઉત્પાદન થાય છે. કપાસની ગાંસડીઓ તો દેશભરમાં જાય છે. માલવાના ઘઉં દેશભરમાં મશહુર છે.