Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Exclusive Vadodara
 

નોબેલ એવોર્ડથી મારા રિસર્ચ પર કોઇ અસર થઇ નથી : વેંકી

 
Source: Bhaskar News, Vadodara   |   Last Updated 2:18 AM [IST](28/12/2010)
 
 
 
 
 
- વિદ્યાર્થીઓના વિવિધ પ્રશ્નોના હળવી શૈલીમાં છણાવટપૂર્વક વેંકીએ જવાબો આપ્યા

- પાંચ વર્ષ પહેલાં ૨૦ વિદ્યાર્થી ,આજે કલાસરૂમ હાઉસફુલ


‘નોબેલ મળ્યા બાદ તમારા પર શી અસર પડી છે?’ તેવા એક વિદ્યાર્થીના પ્રશ્નના જવાબમાં વેંકીએ જણાવ્યું હતું કે, નોબેલથી મારી રિસર્ચ પર કોઇ અસર નથી પડી. ભારતની અનેક સંસ્થાઓ દ્વારા મને કાર્યક્રમોમાં મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેવાનું કહેવામાં આવે છે. પરંતુ, હાલના તબક્કે સન્માન સમારંભોમાં વ્યતીત કરવા જેટલો સમય મારી પાસે નથી.

નોબેલ પ્રાપ્તથયા બાદ પ્રથમ વખત મ.સ. યુનિ. કેમ્પસમાં આવેલા ડૉ. વેંકટરામને હંસા મહેતા લાઇબ્રેરીની મુલાકાત લીધા બાદ, સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી વિભાગમાં વિભાગાધ્યક્ષો સાથે બેઠક કરી હતી. ત્યાર બાદ ફિઝિક્સ વિભાગનાં વિદ્યાર્થીઓ, અધ્યાપકો , સ્ટાફ અને નિવૃત્ત અધ્યાપકો સાથે ખુલ્લા મને ચર્ચા કરી હતી.

વિદ્યાર્થીઓના પ્રશ્નોના જવાબ આપતાં વેંકીએ જણાવ્યું હતું કે, કોઇ એવોર્ડનો વિચાર કર્યા વિના વિદ્યાર્થીએ ધગશપૂર્વક અભ્યાસમાં લીન રહેવું જોઇએ. દરેક વ્યક્તિએ પોતાની રીતે જીવનનો રસ્તો શોધવો રહ્યો. અમારા વખતમાં બાયોલોજી કંટાળાજનક લાગતું. પરંતુ, આધુનિક બાયોલોજી બહુ જ રસપ્રદ બન્યું છે.

મારે ડોક્ટર બનવું નહોતું, એટલે હું પૂર્ણ વિજ્ઞાનના અભ્યાસ તરફ વળ્યો હતો તેમ કહી વેંકીએ ઉમેર્યું હતું કે, તે સમયે પ્રો. એસ. કે. શાહ તથા એચ. એસ. દેસાઇએ નવો કોર્સ શરૂ કર્યો હતો. એ ગુરુજનોમાં ફિઝિક્સના મોર્ડનાઇઝેશનનો ઉમંગ હતો. તેમની સાથે જ મધુબહેન શાહ પણ જોડાયાં હતાં.

તમારા સમયના અને હાલના ફિઝિક્સના અભ્યાસમાં શું ફેર છે? તેવા પ્રશ્નના જવાબમાં વેંકીએ જણાવ્યું હતું કે, મારા પુત્રે જાણીતી હાર્વર્ડ યુનિ.માંથી ફિઝિક્સનો અભ્યાસ કર્યો હતો. તેણે જેવો અભ્યાસ કર્યો તેવો જ વર્ષો અગાઉ મેં અભ્યાસ કર્યો હતો. ફરક માત્ર સારી સાધનસામગ્રી, નાણાં અને જે-તે વિષયના તજ્જ્ઞોની બાબતે જ જણાય છે. નોબેલ મળવાથી તમારા રિસર્ચ પર કેવી અસર પડી છે? તેવા પ્રશ્નના જવાબમાં તેમણે જણાવ્યું હતું કે, નોબેલથી મારા રિસર્ચ પર કોઇ જ અસર પડી નથી.

સન્માન સમારંભમાં ઉપસ્થિત રહેવા માટે મારે નિવૃત્તિ લેવી પડે. આમેય ભારતની ઘણી સંસ્થાઓ તરફથી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેવા આમંત્રણ મોકલાતાં હોય છે. પરંતુ મારું રિસર્ચ ચાલતું હોવાથી આવા કાર્યક્રમો માટે સમય ફાળવી શકું તેમ નથી. વેંકીએ સંખ્યાબંધ વિદ્યાર્થીઓના પ્રશ્નોના સંતોષજનક ઉત્તર આપવાનો પ્રયાસ કર્યો હતો.

આજે સાયન્સ ફેકલ્ટીના ફિઝિક્સ વિભાગના રૂમ નં. ૪૫માં હકડેઠઠ વિદ્યાર્થીઓ બેઠા હતા. તેજ કલાસરૂમમાં લગભગ પાંચ વર્ષ અગાઉ યોજાયેલા એક સેમિનારમાં ઉપસ્થિત રહેલાં વેંકીએ માત્ર વીસેક વિદ્યાર્થી સમક્ષ વકતવ્ય આપ્યું હતું.

વડોદરાનો વિકાસ પ્લાન વિના થયો છે

પાંચ વર્ષ અગાઉ વડોદરા આવ્યો હતો ત્યારે શહેરની જે પરિસ્થિતિ જોવા મળી હતી. તેના કરતાં આજે વધુ દુષ્કર હાલત જોવા મળી છે વેંકીએ તેમ કહેવા સાથે ઉમેર્યું હતું કે, ભારતનાં અનેક શહેરોની માફક વડોદરા પણ કોઇપણ પ્લાન વિના જ વિકસ્યું હોય તેમ લાગે છે. તંત્ર કે નેતાએ કોઇ પ્લાન બનાવ્યો હોય તેમ લાગતું નથી. ખાસ તો વધુ વ્યક્તિઓના ટ્રાન્સપોટેંશનનો કોઇ જ વિચાર કરાયો નથી. હું અભ્યાસ કરતો ત્યારે સયાજીગંજમાં ટ્રાફિકની સ્થિતિ આવી નહોતી. યુનિ.માં સાઇકલ માટે ખાસ ટ્રેક બનાવવો જોઇએ. જરૂર વિના બાઇક કે કારનો ઉપયોગ ટાળી પર્યાવરણને દૂષિત થતાં રોકવું એ દરેકની ફરજ છે.

પદવીદાનની પૂર્વસંધ્યાએ ગોલ્ડ મેડલિસ્ટોનો સન્માન સમારંભ યોજાયો

યુનિ.ની પરંપરા અનુસાર પદવીદાન સમારંભના આગલા દિવસે સાંજે વીસીના નિવાસ ધન્વંતરિ બંગલાના પ્રાંગણમાં કાર્યક્રમ યોજાયો હતો. ગોલ્ડ મેડલ પ્રાપ્ત કરનાર વિદ્યાર્થીઓના સન્માનમાં યોજાયેલા કાર્યક્રમમાં અતિથિવિશેષ તરીકે ડૉ. વેંકટરામન ઉપસ્થિત રહ્યા હતા.

તે ઉપરાંત મુખ્ય અતિથિ તરીકે રાજ્યના ઉચ્ચ અને તિકનકી શિક્ષણમંત્રી પ્રો. વસુબહેન ત્રિવેદી, સાંસદ બાળકૃષ્ણ શુક્લ, ધારાસભ્ય ભૂપેન્દ્ર લાખાવાલા, જિતેન્દ્ર સુખડિયા, મેયર ડૉ. જ્યોતબિહેન પંડ્યા, ડે. મેયર અરવિંદ પટેલ, સ્થાયી અધ્યક્ષ શબ્દશરણ બ્રહ્નભટ્ટ, વપિક્ષી નેતા ચિન્નમ ગાંધી તેમજ યુનિ.ના ચાન્સેલર ડૉ. મૃણાલિનીદેવી પુઆર, વીસી ડૉ. રમેશ ગોયલ મંચ પર ઉપસ્થિત રહ્યા હતા. વિદ્યાર્થીઓને સંબોધન કરતાં વેંકીએ જણાવ્યું હતું કે, હું યુનિ.માં ગોલ્ડ મેડલ મેળવી શક્યો ન હોતો. જોકે, આજે ઉપસ્થિત વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા સિવાય વધુ કંઇ કહેવા માગતો નથી.

વેંકીને ભણવા સિવાય કશાયમાં રસ નહોતો

કોન્વેન્ટ સ્કૂલમાં વેંકીના આમંત્રણને માન આપીને મળવા આવેલાં છાણીના પુષ્પાબહેન પરમારે દિવ્ય ભાસ્કર સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વેંકી નાનપણથી શરમાળ છે. તેઓ અને તેમની બહેન સાથે અમે પણ મોટાં થયાં છે. મારી માતા વેંકીને પેઇન્ટિંગ શીખાવાડતા નિવૃત્ત શિક્ષક ઇશ્વરચંદ ગજજર પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.તેમણે જણાવ્યું હતું કે, વેંકીને ભણવા સિવાય કશાયમાં રસ નહોતો. વેંકી સાથે ભણેલાં દેવેન્દ્રસિંગ ભામરાએ જણાવ્યું હતું કે, વેંકીને ઘોડે સવારીનો જબરો શોખ હતો.

કેમેસ્ટ્રીની સાથે મેથ્સમાં પણ વેંકીનો ડંકો વાગતો હતો

વેંકીના સાથે સ્કૂલ અને કોલેજકક્ષાએ સાથે ભણનારા શૈલેશ શાહ, કિલ્લોલ ભટ્ટ અને રણજિત મેથ્યુસે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ મુલાકાતમાં જણાવ્યું હતું કે, વેંકી પરીક્ષાના આગલા દિવસે પણ પોતાના મિત્રોને અભ્યાસમાં ખાસ મદદ કરતો હતો. વેંકી મેથ્સમાં ખૂબ જ હોશિયાર હતો. તે પલવારમાં જ અટપટા દાખલા સોલ્વ કરી દેતો હતો. તેની ભણાવવાની પïતિ પણ સરળ હતી. અમે તો તેની પાસેથી જ મેથ્સ શીખ્યા હતા. ૪૦ વર્ષ બાદ અમે રૂબરૂ મળ્યા છીએ. બાળપણના અને આજના વેંકીમાં સહેજ પણ તફાવત નથી.

હોટલથી ચાલતા જ વેંકી કોન્વેન્ટ પર પહોંચી ગયા

શહેરની ફતેગંજ વિસ્તારની કોન્વેન્ટ જીસસ એન્ડ મેરી સ્કૂલમાં ૧૦ વાગ્યાના કાર્યક્રમમાં વેંકી સયાજીગંજ હોટલથી ચાલતા-ચાલતા ૯.૩૦ વાગે જ શાળામાં પહોંચી જઇને શાળાના¸ આચાર્ય અને શિક્ષકોને સરપ્રાઇઝ આપી હતી. વેંકીને વર્ષો બાદ અચાનક જ પોતાની નજર સામે જોતાં જ બધાં જ સ્તબ્ધ થઇ ગયાં હતાં. વેંકીએ જુનાં શિક્ષકો અનેમિત્રો તથા સ્કૂલનાં બાળકોને સંબોધતાં જણાવ્યું હતું કે, કોન્વેન્ટમાં વિતાવેલું શાળાકીય બાળપણ હજુ પણ મને યાદ છે. ભારતદેશમાં આજે શિક્ષણ અને સારા વ્યક્તિ બનાવવાની લ્હાયમાં બાળકો પાસેથી નાનપણથી માનસિક દબાણ કરવામાં આવી રહ્યું છે. માનસિક દબાણના પગલે જ બાળકોની સર્જનાત્મક શક્તિને દબાઇ રહી છે.

તેમનું બાળપણ છીનવવાને બદલે બાળકોને તેમની રીતે ખીલવા દો. તેમના પર એન્જિનિયર કે ડોક્ટર બનવા પર દબાણ ન કરશો. બાળકોને તો તેમની રીતે જ મનપસંદ ફિલ્ડ પસંદ કરવા દો. વેંકીએ પોતાના પુત્રનું ઉદ્દાહરણ આપતાં જણાવ્યું હતું કે, હું પોતે વૈજ્ઞાનિક છું. મારો પુત્ર નો મ્યુઝિકનો તેનો શોખ જોઇને મેં તેની રીતે કારકિર્દી ઘડવાની પરવાનગી આપી હતી. આજે તે સારો મ્યુઝિશિયન છે. આખા વિશ્વમાં તેના બેન્ડ સાથે શો કરે છે.

સ્કૂલનો સ્ટાફ રાહ જોતો રહ્યો અને વેંકી શાળામાં ફરી આવ્યા

ડૉ. વેંકટરામન્ આજે સવારે ૯ કલાકે કોન્વેન્ટ સ્કૂલની મુલાકાતે પહોંચવાના હતા. પરંતુ પોણા નવ વાગે વેંકી શાળામાં પ્રવેશીને વિવિધ સ્થળોની મુલાકાત લઇ ચૂક્યા બાદ શાળાના સ્ટાફના ધ્યાનમાં આવ્યું કે વેંકી પધારી ચૂક્યા છે.

મારે સ્પેસ એરોનોટિક્સમાં રિસર્ચ કરવું છે : રિદ્ધિ

નોબેલ વિજેતા ડૉ. વેંકટરામન્ના માનમાં કોન્વેન્ટ સ્કૂલના પૂર્વ વિદ્યાર્થી એસો. દ્વારા ધો. ૧૨માં ફિઝિક્સ અને કેમેસ્ટ્રીમાં સૌથી વધુ ગુણ લાવનાર વિદ્યાર્થિનીને ડૉ. વેંકટરામન્ એવોર્ડ આપવાની આજથી શરૂઆત ડૉ. વેંકટરામન્ના હસ્તે જ કરાઇ હતી. ફિઝિક્સમાં ૯૭ અને કેમેસ્ટ્રીમાં ૯૭ ગુણ મેળવનાર વિદ્યાર્થિની રિદ્ધિ મહેતાને આજે ડૉ. વેંકટરામને R પાંચ હજારનો પુરસ્કાર આપ્યો હતો. આ અંગે રિદ્ધિ મહેતાએ જણાવ્યું હતું કે, વેંકીના હસ્તે એવોર્ડ મળવાથી મને આગળ વધવાની પ્રેરણા મળી છે. મારી ઇચ્છા સ્પેસ એરોનોટિકસમાં રિસર્ચ કરવાની છે અને તક મળે તો નાસા કે ઇસરોમાં અભ્યાસ કરવાની ઇચ્છા છે.

કમાટીબાગમાં ડૉ. વેંકીનું ઇવનિંગ વોક

યુનિ. વીસીના ધન્વંતરિ બંગલામાં આયોજિત વિદ્યાર્થીઓના સન્માન સમારંભમાંથી લગભગ છ વાગ્યે વેંકી નિકળી ગયા હતા. ધન્વંતરિ બંગલામાંથી નિકળી રહેલા વેંકીને હોટલ સુધી મૂકવા જવા માટે યુનિ.ના અધ્યાપકોએ આગ્રહ કર્યો હતો. જોકે, તેમણે રિક્ષામાં જતા રહેવાની વાત કરી ચાલતી પકડી હતી. ધન્વંતરિ બંગલામાંથી બહાર નિકળ્યા બાદ અચાનક વેંકી કમાટીબાગમાં જતા રહ્યા હતા અને ઇવનિંગ વા¸ક કર્યું હતું. તેમનો ચહેરો બહુ જાણીતો ન હોવાથી બાગમાં કોઇપણ તેમને ઓળખી શક્યું નહોતું.

લાઇબ્રેરી વિદ્યાર્થીના ઘડતરનો પાયો મજબૂત કરે છે

નોબેલ પ્રાપ્તથયા બાદ પહેલી વખત મ.સ. યુનિ. કેમ્પસમાં ડૉ. વેંકીએ આજે બપોરે ત્રણ વાગ્યે પગ મૂક્યો હતો. સૌપ્રથમ તેઓ હંસા મહેતા લાઇબ્રેરીની મુલાકાતે ગયા હતા. હંસા મહેતા લાઇબ્રેરીના લાઇબ્રેરિયન ડૉ. મયંક ત્રિવેદી અને સાયન્સ ફેકલ્ટીના ડીન પ્રો. નિખિલ દેસાઇએ ડૉ. વેંકીને લાઇબ્રેરીની હાલની સ્થિતિનો ચિતાર આપ્યો હતો. વેંકીએ કમ્પ્યૂટર રૂમ સહિત વિવિધ જગ્યાની મુલાકાત લીધી હતી. આખરે લાઇબ્રેરીના સેમિનાર રૂમમાં ડૉ. વેંકીનો સન્માન કાર્યક્રમ યોજાયો હતો. વેંકીએ સાયન્સ ફેકલ્ટીના કેમેસ્ટ્રી વિભાગના સેમિનાર રૂમમાં સાયન્સ ફેકલ્ટીના વિવિધ વિભાગાધ્યક્ષો સાથે બેઠક કરી ફેકલ્ટીના ઉત્કર્ષમાં ફાળો આપવાની બાંયધરી આપી હતી.

વડોદરા મુલાકાતની પ્રત્યેક ક્ષણ હું કેમેરામાં કંડારીશ

વેંકીએ આજે કોન્વેન્ટ સ્કૂલની મુલાકાત દરમિયાન જણાવ્યું હતું કે, લગભગ પાંચ વર્ષ બાદ હું વડોદરા આવ્યો છું. હવે ફરી ક્યારે આવીશ એની અત્યારે કંઇ જ ખબર નથી. ત્યારે હું વડોદરા મુલાકાતની પ્રત્યેક ક્ષણને કેમેરામાં કેદ કરવાની ઇચ્છા રાખું છું. કોન્વેન્ટ સ્કૂલના કાર્યક્રમના મેં સંખ્યાબંધ ફોટોગ્રાફ્સ લીધા છે. આજે સ્કૂલમાં માત્ર વિદ્યાર્થિનીઓ છે, સ્કૂલનો દેખાવ બદલાઇ ગયો છે. પરંતુ સ્કૂલનું મૂળ વાતાવરણ - શિસ્ત હજી એવી જ રહી છે. હવે મ.સ. યુનિ. કેમ્પસના અને ખાસ તો સાયન્સ ફેકલ્ટી કેમ્પસમાં પણ તસવીરો હું જાતે જ પાડીશ.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
9 + 1


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.