Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Anand >> In Murder Case Have Woman Arrested

ખેડૂતની હત્યામાં મહિલાની અટકાયત

Bhaskar News, Anand | Apr 27, 2012, 01:05AM IST
 
 

- મુખ્ય આરોપીની પત્નીની સંડોવણી ખુલતાં પોલીસની સઘન તપાસ

આણંદ તાલુકાના વહેરાખાડી સીમમાં એક્સપ્રેસ વે બ્રિજના ઢાળ ઉપરથી પાદરાના ખેડૂતની હત્યામાં ઝડપાયેલા બે ઇસમનાં રિમાન્ડ દરમિયાન ગુનામાં મુખ્ય આરોપી રશપાલસિંહની પત્નીની પણ સંડોવણી હોવાનું ખુલતાં પોલીસે મહિલાની અટકાયત કરી છે.

ખંભોળજ પીએસઆઇ આર.એન.પટેલે જણાવ્યું હતું કે ‘વેરાખાડી વાસદ એક્સપ્રેસ હાઇવેના બ્રિજ પરથી ગળે ટૂંપો આપી હત્યા કરાયેલ પાદરાના ગોરીયાદ ગામના નિરંજન ઉર્ફે લાલાભાઈ મહેન્દ્રભાઈ પટેલ(ઉ.વ.૪૮)ની લાશ મળી હતી. તપાસ દરમિયાન સારસામાં રહેતા પંજાબના રસપાલસિંહ પ્રિતમસિંહ જાટ, ચમકૌર જાટની સંડોવણી ખુલતાં બંને ઇસમની અટકાયત કરવામાં આવી હતી.

જોકે, હત્યાનો ત્રીજો આરોપી જગમીતસિંહ ગુનો આચર્યા બાદ પંજાબ ભાગી ગયો હતો. બંને ઇસમોની હત્યાના ગુનામાં પોલીસે અટકાયત કરી આગામી ૩૦મી એપ્રિલ સુધીનાં રિમાન્ડ મેળવી બંને સઘન ઉલટ તપાસ હાથ ધરી હતી. રિમાન્ડ દરમિયાન કરાયેલી પુછપરછમાં જે વખતે ત્રણેય મિત્રોએ નિરંજનની હત્યા કરી તે સમયે રસપાલસિંહ પ્રિતમસિંહ જાટની પત્ની સિમરજીત પણ ત્યાં હતાં. તેણે પણ હત્યામાં મદદગારી કરી હોવાની હિક્કત ખુલી હતી. જે આધારે ગત ૨૪મી એપ્રિલના રોજ સિમરજીતની પોલીસ દ્વારા અટકાયત કરવામાં આવી હતી.

મિત્રતાને કોરાણે મૂકીને હત્યા કરી નાંખી

હત્યાના ગુનામાં ઝડપાયેલા પંજાબના રશપાલસિંહ અને તેના બે મિત્રો પાંચ વર્ષ અગાઉ પાદરાના બોરિયા ગામે સીમરખ્ખા તરીકે કામ કરતાં હતાં. તે વખતે નિરંજન સાથે તેઓને મિત્રતા થઇ હતી. બોરિયાથી આ ત્રણેય મિત્રો સારસા આવ્યાં હતાં. અવારનવાર તે સારસા ત્યાં રહેતો હતો. આખરે નાણાં માટે સીમરખ્ખાઓએ પાંચ વર્ષની મિત્રતાને કોરાણે મૂકીને હત્યા કરી નાંખી હતી.
 
 
 

Your Opinion
 
 
Code:
3 + 5

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment