આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા જાહેરમાં ધ્રુમપાન કરનાર તથા ખુલ્લેઆમ તમાકુ - ગુટખા વેચતા વેપારી સામે શરૂ કરેલી કાર્યવાહીના ભાગરૂપે આણંદ શહેરમાંથી દંડ વસુલાતની કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં રૂ.૧૬ હજારથી વધુ રકમનો દંડ વસુલ કરવામાં આવ્યો છે.
આણંદ જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં શાળા કોલેજ નજીક તમાકુ - ગુટખા વેચતા વેપારી પર કાયદેસર કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. એન્ટી ટોબેકો એક્ટિવિટી અંતર્ગત થયેલી આ કાર્યવાહીમાં રૂ.૧૬,૨૦૦ જેટલો દંડ વસૂલવામાં આવ્યો હતો. આ ઉપરાંત સરકારી નિયમ પ્રમાણે બોર્ડ માયું ન હોય તેવા વેપારી સામે પણ કડક પગલાં લેવામાં આવ્યાં છે. આ કાર્યવાહીમાં હેલ્થ ઓફિસર ડૉ.વાય.એન. પટેલ, પોલીસ સબ ઇન્સપેક્ટર જે.કે. નિનામા સહિત અધિકારીઓ જોડાયાં હતાં.