આણંદ શહેરમાં વ્યાયામશાળા રોડ ઉપર આવેલ એક સોસાયટીમાં બંધ મકાનમાંથી તસ્કરો સવા લાખ રૂપિયાની મતા ચોરી ગયાં હોવાનો બનાવ બન્યો છે.
આણંદ ટાઉન પોલીસ સુત્રોનાં જણાવ્યાં મુજબ શહેરમાં ગોકુલ પાર્ક સોસાયટીમાં આવેલ એપાર્ટમેન્ટમાં રહેતા રાજેન્દ્રભાઇ પરસોત્તમભાઇ પરમાર અને તેમનાં પત્ની નોકરી કરતાં હોઇ તેઓ સવારે પોતાનું મકાન બંધ કરી નોકરી ઉપર ગયાં હતાં.
દરમિયાન કોઇ તસ્કર તત્વોએ તેઓનાં બંધ મકાનની અગાસીનાં બીજા માળેથી નીચે ઉતરી મુખ્ય દરવાજાનો નકૂચો તોડી અંદર પ્રવેશી તિજોરીમાં મુકેલા સોના-ચાંદીના દાગીના તેમ જ રોકડ રકમ અને બે કેમેરા મળી કુલ R ૧૨૫૦૦૦ રૂપિયાની માલમતા ચોરી ગયાં હતાં. દરમિયાન સાંજે નોકરી ઉપરથી પરત આવેલાં રાજેન્દ્રભાઇએ આણંદ શહેર પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.