Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> City Bhaskar Ahmedabad
 

મહત્વ મેળવવા માટે ‘ફેરનેસ’ જરૂરી છે?

 
Source: Chaitali Bhagat, Ahmedabad   |   Last Updated 4:08 AM [IST](08/02/2012)
 
 
 
 
 
છોકરી ગોરી હોય એટલે માગા વધારે આવે, શ્યામ હોય તો લગ્ન કે પછી નોકરીમાં મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે તેવી માન્યતા શું સાચી છે?

લગ્ન માટે જોઈએ છે ‘ગોરી’, સુશિલ છોકરી...ઓફિસમાં રિસેપ્શનિસ્ટ કે સેક્રેટરી જોઈએ છે ‘ગોરી’ અને સ્માર્ટ. આવું ક્યાંક વાંચેલું લાગી રહ્યું છે કેમ બરાબરને ? ‘ગોરી’ શબ્દ બધી જ જગ્યા પર સૌથી પહેલાં આવી જાય છે. ગોરી છોકરીને મહત્વ વધારે મળે તેવું ઘણા લોકો માને છે. બોલિવૂડની જાણીતી એક્ટ્રેસ નંદિતા દાસે ફેરનેસ માટેના મહિલાઓના વળગણ અંગે તાજેતરમાં એક કિસ્સો જણાવ્યો હતો.

ઓરિસ્સાના ગામડાઓની મુલાકાત દરમિયાન નંદિતાએ જોયું કે, વીજળીસહિતની પાયાની સુવિધા ન હોય તેવા ગામમાં પણ સ્ત્રીઓ ફેરનેસ ક્રીમ વાપરતી હોય છે! આ સાથે જ તેમણે એમ પણ કહ્યું હતું કે ડાર્ક કોમ્પ્લેકશનવાળી છોકરીઓને ગોરી છોકરીઓ જેટલું મહત્વ મળતું નથી. માર્કેટમાં અનેક પ્રકારની ફેરનેસ ક્રીમ ઉપલબ્ધ હશે, પણ શું પ્રગતિ માટે ગોરા હોવું જરૂરી છે?

... પણ હું હાર નથી માનતી
‘ડાર્ક સ્કિનના કારણે મને સ્કૂલના એક નાટકમાં કામ કરવા મળ્યું નહોતું. મારા બદલે ગોરી છોકરીને સિલેકટ કરી લેવામાં આવી હતી. મને એક્ટિંગમાં ઘણો રસ છે પણ ડાર્ક સ્કિનના કારણે મારે ઘણીવાર ‘ના’ શબ્દનો સામનો કરવો પડ્યો છે. પણ હું હાર નથી માનતી. હું મારી રીતે મારું કામ કરું છું.’- ક્રિષ્ના દેસાઈ, સ્ટુડન્ટ

ગ્રૂપમાં મહત્વ ઘટે છે
‘ગોરી છોકરીઓથી લોકો ઝડપથી ઈમ્પ્રેસ થઈ જાય છે. તેમજ કાળા હોવાના કારણે ગ્રૂપમાં પોતાનું મહત્વ ઘટે છે. અભ્યાસ સારો હોવા છતાં જોબ મળવામાં મુશ્કેલી થાય છે, તે ઉપરાંત ઓફિસમાં સારું કામ કર્યું હોવા છતાં ગોરી છોકરીને જલદી પ્રમોશન મળે છે. ’ -રાધા શાહ, પ્રોફેશનલ

આત્મવિશ્વાસ જરૂરી
મને ડાર્ક કોમ્પ્લેકશનના કારણે ક્યારેય કોઈ પણ પ્રોબ્લેમ નથી થયો. હુ જ્યાં રહું છું અને જ્યાં ભણું છું ત્યાંનું વાતાવરણ એકદમ મેચ્યોર અને એજ્યુકેટેડ છે . હું માનું છું કે જો તમારામાં આત્મવિશ્વાસ સારો હોય અને તમે વેલ એજ્યુકેટેડ અને સ્માર્ટ હોવ તો તમને આગળ આવતાં કોઈ નથી રોકી શકતુ.ં - મૈત્રી વ્યાસ, સ્ટુડન્ટ

ગોરી છોકરી વધુ આકર્ષક લાગે
મને તો ગોરી છોકરીઓ વધારે સારી લાગે છે. ગોરી છોકરીઓ વધારે આકર્ષક લાગે છે. તેમજ ફેસના ફિચર ગોરી છોકરીઓમાં વધારે આકર્ષક લાગે છે. ડાર્ક કોમ્પ્લેકશનવાળી છોકરીઓના ફિચર શાર્પ હોય પણ ક્યારેક તેમના ડાર્ક સ્કિન ટોનના કારણે તે છોકરીઓ ઓછી આકર્ષક લાગે છે. -ગોલ્ડી, સ્ટુડન્ટ

ફેરનેશ નહીં, ફિચર મહત્વના
હું નથી માનતો કે ગોરી છોકરી જ વધારે આકર્ષક દેખાતી હોય છે. મારી ઘણી ફ્રેન્ડઝનું કોમ્પ્લેકશન ડાર્ક છે, પરંતુ તે ઘણી જ આકર્ષક દેખાય છે. મારી તો ફેવરિટ હિરોઈન જ બપિાશા બાસુ છે. તેનું કોમ્પ્લેકશન ડાર્ક છે, તેમ છતાં હાલમાં તે બોલિવૂડની હોટ એક્ટે^સીસ પૈકીની એક છે. હકીકતમાં કોઈ વ્યક્તિની ફેરનેસ નહીં, પરંતુ ફીચર વધારે મહત્વના છે.- સંકેત શાહ, પ્રોફેશનલ

બ્લેક ટોનને કઈ રીતે આકર્ષક બનાવશો ?
બ્લેક ટોનને આકર્ષક બનાવવા અંગે બ્યુટિશિયન અર્પણા દવેએ જણાવ્યું હતું કે, ડાર્ક સ્કિનમાં ડાર્ક મેકઅપ ના કરવો જોઈએ. લાઈટ મેકઅપ યુઝ કરવાથી વધારે આકર્ષક લાગી શકાય. ડાર્ક સ્કિન વાળાએ સિલ્વર કલરની બિંદી કરતાં બ્લેક કલરની બિંદી કરવી, તેનાથી ચહેરો સારો લાગશે. મેક અપ કરતાં પહેલાં આંખોની નીચે અને હોઠની આસપાસ વ્યવસ્થિત એલી અપ્લાય કરવું જોઈએ. ત્યાર બાદ જો િકલવઝર વાપરવામાં આવે તો સ્કિન વધુ આકર્ષક લાગે છે.

કાજલ લગાવાથી આંખો વધુ સુંદર લાગે છે, તેથી ગ્રીન કે બ્લૂ કલરનું કાજલ વાપરવામાં આવે તો એક અલગ જ લૂક થઈ જાય છે. જો મોઢાના ફિચર શાર્પ ના હોય તો ગોરી વ્યક્તિ પણ આકર્ષક નથી લાગતી. એટલે ફેસના ફિચર શાર્પ હોવા વધુ જરૂરી છે. મેકઅપને અનુરૂપ કપડાં હોવાં જરૂરી છે. બહુ ડાર્ક કપડાં પહેરવાનો આગ્રહ ના રાખવો. ડાર્ક સ્કિનવાળાઓએ કપડાં પસંદગીમાં થોડી કાળજી રાખવી જોઈએ, કે જેથી કરીને તેમનાં કપડાંના કલર અને સ્કિન કલર એકબીજામાં મેચ ના થઈ જાય.
 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 10


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.