-ઇદે મિલાદ પ્રસંગે ઠેરઠેર મસ્જિદો પર ભવ્ય રોશની કરવામાં આવી
-મુસ્લિમ બિરાદરોએ ઉજવણીની જોશ ભેર તૈયારીઓ માંડી
ગોધરા શહેર સહિત પંચમહાલ જિલ્લામાં ઇસ્લામ ધર્મના પયગંબર હઝરત મોહમમ્દ જન્મ દિવસ ઇદે મિલાદની મુસ્લિમ બિરાદરોએ ઉજવણીની જોશ ભેર તૈયારીઓ માંડી દીધી છે.
અગામી રવિવારે મુસ્લિમ ધર્મગુરુ પયગંબર હઝરત મોહમ્મદના જન્મ દિવસ ઇદે મિલાદની ઉજવણીને અનુલક્ષીને પંચમહાલ જિલ્લાના મુસ્લિમ બિરાદરોમાં આનંદ વ્યાપ્યો છે. ગોધરા, લુણાવાડા, હાલોલ, કાલોલ, શહેરા સહિતના વિસ્તારોમાં વિવિધ કમિટીઓ દ્વારા જરૂરી તૈયારીઓ હાથ ધરી છે. જેમાં ઇદે મિલાદ પ્રસંગે ઠેરઠેર મસ્જિદો પર ભવ્ય રોશની કરવામાં આવી છે. જ્યારે સંતરામપુરમાં મુસ્લિમના ઘર ઉપર ધર્મ ઝંડા અને સીરીઝ લાઇટોની રોશની અનેરો માહોલ ઉભો કર્યો છે. બસ સ્ટેન્ડ ચોકડી ઉપર ભવ્ય દરવાજો ઉભો કરી મક્કા અને મદીના ગેટ નગરને ધાર્મિક વાતાવરણ પુરુ પાડે છે. સિભાઇ ચોકડી પર પણ આવો જ પ્રતિકાત્મક ગેટ બનાવવામાં આવેલ છે.
બસ સ્ટેન્ડ વિસ્તારથી લઇને ભોઇ વાડા હુસેની ચોક સિભાઇ ચોકડી મચ્છી બજાર, પટેલ ફળિયા, શિકારી ફળિયા, ગોધરા ભાગોળ, વાડી વિસ્તાર અને અન્ય મુસ્લિમ વિસ્તારોમાં તોરણો અને સીરીઝ લાઇટની રોશની ઉપરાંત ઇસ્લામ ધર્મના ઝંડા લગાવવામાં આવ્યા છે. તા.પ ફેબ્રુઆરીના રોજ સવારે ૯ કલાકે મદ્રસા હનફીયા પાસેથી જુલુસ કાઢવામાં આવનાર છે. જે હુસેની ચોક ટાવર રોડ, ભોઇ વાડા, બસ સ્ટેન્ડ થઇને પરત જુમ્મા મસ્જિદ આવશે.
રાત્રે મદ્રસા હનફીયાના બાળકોનો પ્રોગ્રામ, તા.૬ રાત્રે હઝરત મૌલાના મુખ્તાર અહેમદ મુરાદાબાદીનો તકરીરનોકાર્યક્રમ રાખવામાં આવ્યો છે. તા.૭ ના રોજ રાત્રે પણ બાળકોનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે.