ભારતીય જનતા પાર્ટીના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ પુરુષોત્તમ રૂપાલાએ પોતાના પ્રવચનમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં કોંગ્રેસીઓ સદભાવનાની સામે સત્કર્મ ઉપવાસ કરી સમય વેડફી રહ્યા છે.
તેઓએ જ્યાં કોંગ્રેસની સરકાર છે તેવા રાજસ્થાનમાં કેટલાંય દિવસથી ખોવાયેલી ભંવરીદેવીનો કિસ્સો યાદ કરતાં કહ્યુ હતું કે આ ભંવરીદેવીને કારણે આખાયે કોંગ્રેસના મંત્રીમંડળે રાજીનામું આપવું પડ્યું હતું તે ભંવરીદેવીને શોધવા ગુજરાતના કોંગ્રેસીઓએ જવું જોઇએ.
તેઓએ એમ પણ જણાવ્યું હતું કે આજે દાહોદમાં આવેલા માજી રેલ રાજ્ય મંત્રી નારણ રાઠવાને અમારા અમરેલીની એક છોકરી ગોતે છે અને તે કહે છે કે તેનું બાળક નારણભાઇનું છે. તો પોલીસે તેની ફરિયાદ લઇ તપાસ કરી આવા નેતાઓને નસીયત મળે તેવું કામ કરવું જોઇએ.