- ગાંધીનગરમાં અખિલ ભારતીય મુલ્કિ સેવા સ્પર્ધા યોજાઇ હતી
ગાંધીનગરમાં યોજાયેલી અખિલ ભારતીય મુલ્કિ સેવા વોલીબોલ સ્પર્ધામાં શુક્રવારે હૈદરાબાદ અને જયપુર વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં હૈદરાબાદ ટીમ ચેમ્પિયન બની હતી. ગાંધીનગરમાં સ્પોટર્સ ઓથોરિટી ઓફ ઇન્ડિયા ખાતે ૧લી ફેબ્રુઆરીથી ૩જી ફેબ્રુઆરી સુધી અખિલ ભારતીય મુલ્કિ સેવા વોલીબોલ સ્પર્ધા યોજાઇ હતી.
આ સ્પર્ધામાં ગુજરાત સચિવાલય ટીમ, વડોદરા-આરએસબી, રિજિયોનલ સ્પોટર્સ બોર્ડ, હૈદરાબાદ-આરએસબી, જયપુર-આરએસબી, પોન્ડીચેરી-આરએસબી, કાનપુર- આરએસબી, છત્તીસગઢ- આરએસબી, કેરાલા- આરએસબી, ઉત્તરપ્રદેશ- આરએસબી, આંધ્રપ્રદેશ- આરએસબી, દિલ્હી સેક્રેટરીએટ અને એનસીટી દિલ્હી સહિત દેશભરમાંથી ૧૭ ટીમે ભાગ લીધો હતો. ત્રણ દિવસ સુધી કુલ ૨૨૩ ખેલાડીઓની ૧૭ ટીમ વચ્ચે લીગ કમ નોકઆઉટ, ક્વાર્ટર, સેમિ ફાઇનલ અને ફાઇનલ મળી કુલ ૩૯ મેચ રમાઇ હતી.
શુક્રવારે હૈદરાબાદ અને જયપુર વચ્ચે રમાયેલી ફાઇનલ મેચમાં હૈદરાબાદ ટીમનો વિજેતા જાહેર કરાઇ હતી. જ્યારે જયપુર ટીમને રનર્સ અપ તથા પોન્ડીચેરીની ટીમને થર્ડ રેન્ક આપવામાં આવ્યો હતો. હૈદરાબાદની વિજેતા ટીમને આયોજન પંચના ઉપાધ્યક્ષ ભૂપેન્દ્રસિંહ ચુડાસમા તથા અમદાવાદના જિલ્લા કલેક્ટર વિજય નહેરાએ શિલ્ડ અને મેડલ અર્પણ કર્યા હતાં.