Advertisement
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar >> Housing Board Make House

હાઉસિંગ ર્બોડનાં મકાનોની જાહેરાત ચૂંટણીલક્ષી અને છેતરામણી : કોંગ્રેસ

Bhaskar News, Gandhinagar | Jun 17, 2012, 00:08AM IST
 
 

રાજ્યમાં આગામી વિધાનસભાની ચૂંટણી યોજાવાની હોવાથી રાજ્ય સરકારે ગુજરાત હાઉસિંગ ર્બોડનાં મકાનો બનાવવાની જાહેરાત કરી છે પરંતુ આ જાહેરાત ચૂંટણીલક્ષી અને છેતરામણી હોવાનો આક્ષેપ ગુજરાત હાઉસિંગ ર્બોડના પૂર્વ ડાયરેક્ટર અને પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ આર.સી.પટેલે કર્યો છે.

ભાજપનાં છેલ્લાં ૧પ વર્ષના શાસનમાં ગરીબ અને મધ્યમ વર્ગને પોસાય તેવી એક પણ સ્કીમ બનાવાઈ નથી. બીજી તરફ હાઉસિંગ ર્બોડ પાસે સમગ્ર રાજ્યમાંથી સંપાદન કરેલી આશરે પ૪૧.૪૦ એકર જમીન પડતર છે. આ જમીન પર એક લાખ લોકોને ઘર બનાવીને આપી શકાયાં હોત.

હાઉસિંગ ર્બોડના પૂર્વ ડાયરેક્ટરે જણાવ્યું છે કે, કોંગ્રેસના શાસનમાં રાજ્યના ૨૪ જિલ્લાઓમાં કુલ ૧.૭૬ લાખ મકાનો બનાવવામાં આવ્યાં હતાં. પરંતુ ભાજપના શાસનમાં એક પણ મકાન બનાવાયું નથી. સરકાર જમીનમાલિકો પાસેથી ટી.પી.ની કપાતમાં હજારો એકર જમીન મેળવે છે પરંતુ ર્બોડને ફાઈનલ ટીપી સ્કીમમાં પણ કોઈ જમીનની ફાળવણી કરાઈ નથી. આ જમીનો પર ગેરકાયદે દબાણો થઈ ગયાં છે. ભાજપ સરકારે હાઉસિંગ પ્રવૃત્તિ બંધ કરીને ખાનગી બિલ્ડરોને પ્રોત્સાહન માટે મોકળું મેદાન આપી દીધું છે.
 
 
 

Your Opinion
 
 
Code:
10 + 6

 
Ad Link
Advertisement
 

Top News

 
Advertisement
 

Bollywood

Cricket

Interesting News

 

Business

Religion

 


Jokes

 

Most Read

Photogallery

Email Print Comment
Email Print Comment