Get Divyabhaskar on mobile   E-Paper
 
Divya Bhaskar
Advertisement
 
 
 
Home >> Madhya Gujarat >> Latest News >> Gandhinagar
 

આગામી ત્રણ મહિ‌નામાં હાઈ સિક્યોરિટી નંબર પ્લેટ ફરજિયાત

 
Source: Bhaskar News, Gandhinagar   |   Last Updated 4:36 AM [IST](11/02/2012)
 
 
 
 
 

આરટીઓ કચેરીને ૩૦મી એપ્રિલ પહેલાં નવી નંબરપ્લેટની તૈયારી પૂર્ણ કરવા આદેશ
પ્રારંભમાં નવાં વાહનોને આ પ્લેટ અપાશે : તબક્કાવાર જૂનાં વાહનોની પ્લેટ બદલાવાશે


ગુજરાતમાં આગામી ત્રણ મહિ‌નામાં વાહનો માટેની હાઈ સિ‌ક્યોરિટી રજિસ્ટ્રેશન(નંબર) પ્લેટ અમલી બનશે. આ નંબર પ્લેટના અમલ માટે વાહનવ્યવહાર વિભાગે રાજ્યભરની આરટીઓને એપ્રિલના અંતસુધીમાં આ અંગેની કાર્યવાહી પૂરી કરી લેવા આદેશ જારી કર્યા છે. પ્રથમ તબક્કામાં નવાં વાહનોમાં આ પ્લેટ લગાવવામાં આવશે ત્યારબાદ તબક્કાવાર જૂનાં વાહનોમાં નંબરપ્લેટ લગાવવામાં આવશે તેમ વાહનવ્યવહાર વિભાગના ઉચ્ચ સૂત્રોએ જણાવ્યું છે.

વા.વ્ય.વિભાગનાં ઉચ્ચ સૂત્રોના જણાવ્યા મુજબ સુપ્રીમ કોર્ટના આદેશને પગલે ગુજરાત સરકારે આ દિશામાં ઝડપથી કાર્યવાહી હાથ ધરી છે. ચોક્કસ સ્પેસિફિકેશન સાથેની નંબરપ્લેટ બનાવવા માટે ખાનગી કંપનીને રોકવામાં આવી છે. આ કંપની દ્વારા જ સમગ્ર રાજ્યનાં વાહનો માટેની નંબરપ્લેટ તૈયાર થશે. આ નંબરપ્લેટ મેળવવા વાહનચાલકે આરટીઓમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન કરાવવું પડશે. વા.વ્ય. કમિશનર કચેરીના આદેશને પગલે રાજ્યની તમામ આરટીઓએ નંબરપ્લેટ, ઓનલાઈન રજિસ્ટ્રેશન સહિ‌તની કામગીરી ઝડપી બનાવી દીધી છે.

આ નંબરપ્લેટ લોખંડની નહીં પરંતુ ક્રોમિયમ ધાતુની એમ્બોસ(અક્ષરો ઉપસેલાં હોય તેવી)હશે અને તેનું ફિટિંગ પણ વિશષ્ટિ પ્રકારનું રહેશે. નંબરપ્લેટ સાથે ચેડાં થઈ શકશે નહીં. કોઈ વાહનની નંબરપ્લેટ બદલાવી શકાશે નહીં. કોઈ પ્લેટ બદલવાનો પ્રયાસ કરે તો ફિટિંગમાંથી જ નંબરપ્લેટ તૂટી જશે. આ પ્લેટમાં ખાસ 'યુનિક આઈડી કોડ’ અને જે તે રાજ્યને આપવામાં આવેલો કોડ નરી આંખે દેખાય નહીં તે રીતે લખેલો હોવાથી ચોરીનું વાહન ક્યા રાજ્યની કી કચેરીમાં રજિસ્ટર થયું છે તે જાણી શકાશે.

જાણકારો કહે છે કે, આ નંબરપ્લેટ મેળવવા માટે વાહનમાલિકે થોડા વધુ રૂપિયા ખર્ચવા પડશે. સામાન્ય નંબરપ્લેટ R ૧૦૦થી R ૨પ૦માં તૈયાર થાય છે પરંતુ એમ્બોસ થયેલી આ પ્લેટ થોડી મોંઘી પડશે. જો કે, નંબરપ્લેટના ભાવ અંગે ઉચ્ચ અધિકારીઓ કંઈ કહેવા તૈયાર નથી પરંતુ જાણકારો કહે છે કે, ટુ વ્હીલર માટેની નવી નંબર પ્લેટ R ૧૨પથી R ૧પ૦ અને ફોર વ્હીલની નંબર પ્લેટ R ૨૭પથી R ૩૨પ જેવા ભાવ રહેશે. જો કે, નંબરપ્લેટના ભાવ અંગેનો આખરી નિર્ણય આગામી સપ્તાહે લેવામાં આવશે.

નંબર પ્લેટની સાઈઝ કેટલી હશે

--ટુ-થ્રી વ્હીલર માટે ૨૦૦ મિ.મી. x ૧૦૦ અને ૨૮પ મિ.મી. x ૪પ મિ.મી.
- મોટરકાર અને હળવાં વાહનો માટે ૩૪૦ મિ.મી. x ૨૦૦ મિ.મી. અને પ૦૦ મિ.મી. x ૧૨૦ મિ.મી.
- ભારે વાહનો (ટ્રક-બસ વગેરે) માટે ૩૪૦ મિ.મી. x ૨૦૦ મિ.મી.


 
 
 
 
 
 
 
 
 

Your Opinion

 

Code :
6 + 2


 
Advertisement
 

Top News

 
 
 
 
 
 
 
 
 

Bollywood

 
 
 
 
 
 
 
 
 

Cricket

 
 
 
 
 
 
 
 
 

Interesting News

 
 
 
 
 
 
 
 
 

Business

 
 
 
 
 
 
 
 
 

Religion

 
 
 
 
 
 
 
 
 

Jokes

 
 
 
 
 
 
 
 
 

Most Read

 
 
 
 
 
 
 
 
 

Photogallery

Most Viewed

Veena Malik: Sexy Babe
Sexually Charged Photography
Just Added

इफ्तेखार स्मृति में आयोजित नाटय समारोह में रवीन्द्र भवन में बुधवार को नाटक एक ठग।
गर्मी से बचने.. दुपट्टे का सहारा
 
 
 
 
|  
|  



Copyright © 2011-12 DB Corp ltd., All Rights Reserved.
Site Powered by I Media Corp. Ltd IMCL, DB Corp Ltd. Enterprise.