પાટનગરમાં ફરી ઠંડીનો ચમકારો અનુભવાયો છે. માત્ર બે-દિવસ માટે લઘુતમ તાપમાન ઊંચે ચડીને ૧૦ ડિગ્રીની ઉપર ગયા પછી સોમવારે ફરી ૯ ડિગ્રી પર તાપમાન પહોંચી ગયું હતું. હવામાન ખાતાનાં સૂત્રોએ જણાવ્યા પ્રમાણે જ ઠંડીનો બીજો રાઉન્ડ શરૂ થયો છે.
ગાંધીનગરમાં સોમવારે લઘુતમ તાપમાન ૯.૨ ડિગ્રી નોંધાયું હતું. જ્યારે મહત્તમ તાપમાન પણ થોડા ઘટાડા સાથે ૨૬.૨ ડિગ્રી પર આવી ગયું હતું. વાતાવતરણમાં ભેજનું પ્રમાણ સવારે પ૭ ટકા નોંધાયા પછી સાંજે ઘટીને ૪પ ટકા થઇ ગયું હતું. જોકે, સાંજના તાપમાનમાં થયેલો વધારો ઠંડીના દિવસો લંબાશે તેવો નિર્દેશ આપે છે.